ગુજરાતનું ગામ જ્યાં મોબાઇલ નેટવર્ક પણ નથી ત્યાંની મહિલાઓ રોજ 300 લિટર દૂધનું કરે છે ઉત્પાદન

નારી ધારે તે કરી શકે, કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામના કપિલા ગામિતે સાર્થક કરી બતાવ્યું છે. વર્ષ 2001માં પોતાનું અને 3 દિકરીઓનું ગુજરાન ચલાવવા શરૂ કરેલો પશુપાલન અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય આજે આમણિાયા ગામની રોજીરીટી બની ગયો છે. 105 પરિવારોનું ગુજરાન દૂધ ઉત્પાદનથી ચાલી રહ્યું છે. શનિવારે સુમુલ ડેરીના ચેરમેનની રૂ.5 લાખની સહાયથી આમણિયા ગામે દુધ ઘરનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

Rate this:

ઓલપાડના લતાબેનને કૃષિમેળાએ આપ્યું માર્ગદર્શન. તેમને કૃષિ એવોર્ડ મળવો જોઈએ કે નહિ?

લતા બેને કહયું કે, હું રાજ્ય સરકારની ઋણી છું. મહિલાઓ સ્વમાનભેર જીવન ગુજારે તે માટે મળી રહેલા પ્રોત્સાહનો જ આગળ વધવામાં પાયારૂપ બન્યા છે. જો તે વેળાએ ૧૫૦૦૦ એકરે જમીન વેચી હોત તો પૈસા વાપરીને નવરા થઈ ગયા હોત, પણ એક ધ્યેય, પરિશ્રમ અને રાજ્ય સરકારના દિશાસૂચન થકી આજે જમીનની ફળદ્રુપતા જળવાઈ-પાક મેળવતા થયા. અત્યાર સુધી પાંચેક લાખ જેટલું કમાયા.ગામલોકો પણ હવે સલાહ માંગવા આવતા થયા

Rate this: