કારનાં એન્જિનની ક્ષમતા બમણી કરતી ટેક્નિક

થર્મો-ફલૂઇડ ડાઇનેમિકલ થિયરી દ્વારા એન્જિનની થર્મલ કાર્યક્ષમતા વધારીને ઇંધણની બચત કરી શકાય છે

વાસેદા યુનિર્વિસટીની ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રો. કે. નોઇતોહ અને તેમના સાથીઓએ એક એવો ઊર્જાસંચય સિદ્ધાંત શોધી કાઢયો છે, જે પરંપરાગત એન્જિનની થર્મલ કાર્યક્ષમતા કરતાં સ્ટેન્ડ-એલોન એન્જિન સાથે બમણી ક્ષમતા ધરાવે છે.

Rate this: