આ ભારતીય આર્કિટેક્ટે અમેરિકામાં ઉજ્જવળ કરી આપણા દેશની શાન
28 વર્ષિય ભારતીય આર્કિટેક્ટને ટાઇમ મેગેઝિન ઝૂંપડપટ્ટીઓમાં રહેનાર લોકો માટે પૂર પ્રૂફ ઘર ડિઝાઇન કરવા માટે લીડર ઓફ ટુમોરો જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝૂંપડપટ્ટીઓ માટે પૂર સામે રક્ષણ આપે તેવાં મકાનો તૈયાર કરવામાં પાયાની કામગીરી કરનાર ભારતીય આર્કિટેક્ટ આલોક શેટ્ટીને ટાઇમ મેગેઝિન દ્વારા યંગ લીડર ઓફ ટુમોરો જાહેર કરાયા છે.