દેશને 32 વર્ષ રાહ જોયા પછી મળશે સ્વદેશી યુદ્ધવિમાન તેજસ

૩૨ વર્ષ રાહ જોયા બાદ ભારતીય હવાઇદળમાં સૌપ્રથમ સ્વદેશી યુદ્ધવિમાન તેજસ સામેલ થઈ જશે. શનિવારે ચૂપચાપ આયોજિત કરાયેલા એક સમારંભમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન મનોહર પારિકર અને એરફોર્સના વડા અનુપ રહાને તેજસ શ્રેણીનું સૌપ્રથમ યુદ્ધવિમાન એલસીએ-એસપીવન સોંપ્યું હતું. ૩૨ વર્ષ પહેલાં ભારતના સ્વદેશી યુદ્ધજહાજનાં નિર્માણની કવાયત શરૂ કરાઇ હતી.

Rate this: