સ્ટેમ-સેલ ટેકનોલોજીની મદદથી આંખની રોશની ફરીથી મળે એવી શક્યતા. ઉંદરો પરનો પ્રયોગ સફળ!

ન્યૂ યોર્કના તબીબોએ પુખ્ત વ્યક્તિના સ્ટેમ સેલમાંથી મનુષ્યની આંખને રોશની આપતાં દૃષ્ટિપટલને ફરીથી વિકસાવવામાં સફળતા હાંસલ કરી છે. એબીસીબી૫ મોલેક્યુલનો આ પ્રયોગમાં ઉપયોગ કરાયો હતો. આ સ્ટેમ સેલને આંખના લિમ્બસમાં પ્રત્યારોપિત કરાતાં તે દૃષ્ટિપટલના કોષો તરીકે ઊગે છે. વાગવાથી કે માંદગીને કારણે દૃષ્ટિપટલને નુકસાન પહોંચતાં અંધત્વ આવે છે. સંશોધકોએ દાતા પાસેથી મળેલી આંખના સ્ટેમ સેલમાંથી…

Rate this: