Startups of Gujarati women_ગુજરાતી મહિલાઓની સ્ટાર્ટ-અપ સ્ટોરી

દેશમાં શૂન્યમાંથી સામ્રાજ્ય ખડું કરવાની વાત હોય કે પછી વિદેશમાં ગુજરાતી સાહસિકતાનો ડંકો વગાડવાની વાત હોય, ગુજરાતીઓ કયારેય પાછા પડતા નથી. ગુજરાતીઓની બિઝનેસ સુઝ અને ક્ષમતાને દેશ અને દુનિયાએ વખાણી છે ત્યારે મંગળવારે આંતરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને આપણે એવા બિઝનેસ વિશે વાત કરીશું જેને ગુજરાતી મહિલા સાહસિકો દ્ધારા શરૂ કરવામાં આવ્યા અને ગુજરાતી મહિલા ઉદ્યોગસાહસિકોના આ સાહસે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું.

Rate this: