ક્ષમા સાવંત : અમેરિકામાં ભારતીય નારીશક્તિનો પરચો અને ગાંધીગિરી.

ક્ષમાનો જન્મ પુણેમાં થયો હતો, તેમણે મુંબઇથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, બાદમાં અમેરિકામાં જઇને તેમણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે પણ કામ કર્યું, બાદમાં ઇકોનોમીમાં પીએચડીનો અભ્યાસ કર્યો. ઇકોનોમીનો અભ્યાસ કરવા પાછળનું કારણ રાજનૈતિક અને સામાજિક સવાલોના જવાબ મેળવવાનું હતું તેમ ક્ષમાએ જણાવ્યું હતું. ગત નવેમ્બર માસમાં તેમણે જણાવ્યું હતું કે હું દિલથી હંમેશાં એક સોશિયાલિસ્ટ રહી છું.

Rate this: