યુરોપિયન સ્પેસ એજન્સીનું રોસેટ્ટા યાન ધૂમકેતુ પી-૬૭ સુધી પહોંચ્યું, અવકાશ સંશોધનના પોણા છ દાયકામાં પહેલી વખત ધૂમકેતુની સફર

લેન્ડર ‘ફીલી’ ધૂમકેતુ ‘૬૭પી’ ની સપાટી પર સફળતાથી જરૃર ઉતર્યું છે. પરંતુ હકીકતમાં આ ધુમકેતુ આપણા સૂર્યની પ્રદક્ષિણા પણ કરવાનો છે. એક વખત લેન્ડર ‘ફીલી’ ધૂમકેતુની ખાડાટેકરા અને ઉબડખાબડ સપાટી પર ઉતર્યું છે. તો તે ધૂમકેતુ સાથોસાથ સૂર્ય ફરતેની દીર્ઘ વર્તુળાકારની લાંબી ભ્રમણકક્ષામાં પણ જશે. ધૂમકેતુ જે તબક્કે સૂર્ય નજીક જશે ત્યારે તેની અસહ્ય ઉર્જા – ગરમીમાં પણ ‘ફીલી’ કેટલું સલામત રહી શકે છે, તે મહત્વનો સવાલ છે.
કોઈપણ ધૂમકેતુનું ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણમાં ઘણું ઓછું અને નબળું હોય છે. પરિણામે કોઈપણ પદાર્થ કે વસ્તુ તેની સપાટી પર પડે એટલે તે ઉછળીને દૂર પડે.
બાઉન્સ થાય. આવા સંજોગોમાં રોસેટ્ટાના લેન્ડર ‘ફીલી’ના ચાર પગમાં ખાસ પ્રકારના અને અત્યંત મજબૂત ધાતુના બનાવેલા સ્ક્રૂ-હાર્પુન્સ ધૂમકેતુની સપાટીમાં ઊંડે સુધી ઉતરીને તેની સાથે સખત રીતે જોડાયેલા રહેશે.

Rate this: