ગુગલના જાદૂઈ ચશ્માં વડે નાણાવટી હોસ્પીટલમાં ઓપન હાર્ટસર્જરી.

મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં ટેલી-મેડીસીન વિભાગના ડો. પવનકુમારે ગુગલ ગ્લાસની મદદથી ઓપન હાર્ટ સર્જરી પાર પાડી. એનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું છે. આ સાધનની મદદથી દૂર દૂરના નાના એવા હેલ્થ સેન્ટરમાં પણ ઓપન હાર્ટ જેવી અઘરી સર્જરી થઇ શકશે એમ ડો. પવનકુમારનું કહેવું છે.

Rate this: