રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

ગુજરાતના ૧૮ વર્ષથી નાના બાળકોના દુસાધ્ય રોગોની વિના મુલ્ય સારવાર માટે આશાનો હાથવગો દરવાજો ઉઘાડી આપવામાં તર્જની અને એના માતા-પિતા સુખદ નિમિત્ત બન્યા.

-મૂળ ભરૃચ જિલ્લાના બ્રાહ્મણ-માવતરની બાળકી તર્જનીને જન્મથી જ પેશાબનું પ્રમાણ વધુ હતું. તબીબી સલાહને માનીને કીડનીની સોનોગ્રાફી કરાવતા એમાં નેફ્રોકેલ્સિનોસિસ હોવાનું જણાયું. મુંબઇના પિડિયાટ્રિક નેફ્રોલોજિસ્ટે વધુ સારવારના ભાગરૃપે વિવિધ ટેસ્ટ કરાવ્યા.
-શરીરમાં મોટા બોલિક્સ ડિસઓર્ડરના પરિણામે તર્જનીની કીડની સંપૂર્ણપણે ફેઇલ થઇ ગઇ. ટ્રાન્સ પ્લાન્ટ તાકીદનું બન્યું.
-આદિવાસી બાળકના માતા-પિતાને બ્રેઇન ડેડ સંતાનના અંગદાન માટે સમજાવીને તૈયાર કરાયા. કુદરતે પણ સાથ આપતા સપ્ટેમ્બર, ૨૦૧૩માં ૧૬ કલાકના સફળ ઓપરેશન પછી બ્રેઇન ડેડ થયેલા સાત વર્ષના બાળકના કીડની અને લીવરનું તર્જનીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું.
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ૧૮ વર્ષથી નાના કોઇ પણ બાળકને કીડની, હૃદય કેન્સર, થેલેસિમિયા જેવી ગંભીર બીમારીની સારવાર સરકારી હોસ્પિટલમાં મફત પૂરી પડાય છે.
– તર્જનીમાં ટ્રાન્સપ્લાન્ટ- સારવાર માટે જરૃરી ૧૫ થી ૨૦ લાખનો ખર્ચ પણ ઉપરોક્ત સ્કૂલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે મંજુર કર્યો.

Rate this: