નાનકડાં વિમાનમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરનારી વિશ્વની પ્રથમ મહિલાની ચીર-વિદાય.

૧૯મી માર્ચ, ૧૯૬૪ના રોજ ફક્ત ૩૮ વર્ષની વયે જેરીએ ઓહાયોનો કોલમ્બસથી ૧૯૫૩ સેસા ૧૮૦ સિગ્નલ-એન્જિન મોનોપ્લેન લઈને ઉડાન ભરી હતી. સ્મિથસોનિયન ઈન્સ્ટિટયુશનના નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ આર્કાઈવ્સ મુજબ, આ વિમાનને ‘ધ સ્પિરિટ ઓફ કોલમ્બસ’ નામ અપાયું હતું. બાદમાં ત્રણ બાળકોની માતા જેરી સતત ૨૯ દિવસની ઉડાનમાં ૩૭,૧૮૦ કિલોમીટરનું અંતર કાપીને કોલમ્બસ પરત ફરી હતી.

Rate this: