જળ પુરુષ રાજેન્દ્રસિંહને પાણીનું નોબેલ પ્રાઈઝ

જળ પુરુષના નામથી જાણીતા બનેલા રાજેન્દ્રસિંહને પાણીના નોબેલ પ્રાઈઝ તરીકે ઓળખાતા સ્ટોકહોમ વોટર પ્રાઈઝ આપવાની જાહેરાત કરાઈ છે. 26 ઓગસ્ટે સ્ટોકહોમમાં સિટી હોલમાં યોજાનારા સમારોહમાં સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાવ તેમને આ એવોર્ડ એનાયત કરશે. એવોર્ડ સાથે દોઢ લાખ ડોલર અને વિશેષ પ્રતિકૃતિ આપી તેમનું સન્મા કરાશે. આ એવોર્ડ મેળવનારા તેઓ ત્રીજા ભારતીય છે.

Rate this: