દેશને 32 વર્ષ રાહ જોયા પછી મળશે સ્વદેશી યુદ્ધવિમાન તેજસ

૩૨ વર્ષ રાહ જોયા બાદ ભારતીય હવાઇદળમાં સૌપ્રથમ સ્વદેશી યુદ્ધવિમાન તેજસ સામેલ થઈ જશે. શનિવારે ચૂપચાપ આયોજિત કરાયેલા એક સમારંભમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન મનોહર પારિકર અને એરફોર્સના વડા અનુપ રહાને તેજસ શ્રેણીનું સૌપ્રથમ યુદ્ધવિમાન એલસીએ-એસપીવન સોંપ્યું હતું. ૩૨ વર્ષ પહેલાં ભારતના સ્વદેશી યુદ્ધજહાજનાં નિર્માણની કવાયત શરૂ કરાઇ હતી.

Rate this:

ઝાંસીની રાણીની કહાણી તો પુરાણી છે, આ ૨૭૫ મર્દાનીઓ એકવીસમી સદીની ઉડાન માટે તૈયાર છે.

ગુજરાતમાંથી પણ કોઈ કંચન ચૌધરી અથવા કિરણ બેદી પેદા થશે? ગુજરાત રાજ્યમાંથી આર્મી માટે અરજી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે, તેમાં પણ યુવતીઓ વધારે ઉત્સાહ દાખવી રહી છે. નેશનલ કેડેટ્સ કોર (એનસીસી)ના સફાઈ અભિયાન માટે સુરતમાં આવેલા ગુજરાત એનસીસીના મેજર જનરલ દિવાલરસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી આર્મી માટે થયેલી અરજીઓમાં ૪૦ ટકા જેટલી છોકરીઓ હતી.…

Rate this: