ખેડૂતો આધુનિક ટેક્નોલોજી સાથે કદમ મેળવી ઓછા ખર્ચે વધુ કમાયા

આવડે તો ખેતી નહીંતર ફજેતી આ કહેવત વર્ષો પહેલાં વડીલો કહી ગયાં હતાં, કારણ કે ખેતીમાં મહેનત, ધૈર્ય, આવડત, કુનેહ સહિ‌તના ગુણો ખેડૂતમાં હોવો જરૂરી છે. આ ઉપરાંત કુદરતી સાથે તાલમેલ મિલાવવાની કૂશળતાં પણ એટલી જ જરૂરી છે. વાતાવરણમાં થોડો ફેરફાર પણ ખેતીને મોટું નુકશાન કરી શકે છે, ત્યારે અગાઉથી જ હવામાનને પારખી જતાં ખેડૂતો આગોતરા પગલાં ભરી પાક બચાવી લેતાં હોય છે.
આણંદ જિલ્લાના ખેડૂતો પણ એટલાં જ હોશિયાર છે, પરંપરાગત ખેતી છોડી તેઓએ હવે જમાના સાથે કદમ મિલાવવાનું શીખી ગયાં છે. આધુનિક ટેકનોલોજી મદદથી તેઓએ ઓછા ખર્ચે વધુ ખેત ઉત્પાદન મેળવવાનું શરૂ કરી દીધું છે. જિલ્લામાં ચાલી રહેલાં કૃષિ મહોત્સવ દરમિયાન આવા અનેક ખેડૂતોએ પોતાની આવડત અને અનુભવ અન્ય ખેડૂતોને જણાવ્યાં હતાં.

Rate this:

વલસાડ તાલુકાના સી.એ. થયેલા ખેડૂતની અનોખી સિધ્ધી-પોલી હાઉસમા સકરટેટી ઉગાડી હાઇટેક ખેતીનો પરચો બતાવ્યો

ખજુરડીના નટુભાઇ રાઠોડે પોલીહાઉસમા આર્ટીફિસીયલી ક્રોસ પોલીનેશનનો પ્રયોગ કરી, નરફુલને તોડી નારી ફુલ સાથે ક્રોસ પોલીનેશન કરી૭૦૦થી૮૦૦ ગ્રામની સકરટેટી ઉગાડી. દિલ્હી સુધી તેમની સકરટેટીની માંગ. નેટહાઉસમા પણ તેમણે રંગીન કેપ્સીકમ ઉગાડયા છે. વર્તમાન સમયે ખેતીક્ષેત્રે કૃષિક્રાંતિ થઇ રહી છે. સરકાર પણ બાગાયતી પાકો તરફ ખેડૂતો વળે તે પ્રકારની નીતી લાવી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના…

Rate this: