હૃદય નથી છતાં પણ જીવિત છે વિશ્વની એક માત્ર વ્યક્તિ!

artificial heart :
માનવીના શરીરમાં હૃદય તો હોય છે અને જીવતા રહેવા માટે આ હૃદય ધડકતુ રહેવંુ પણ જરૂરી છે. પરંતુ દુનિયામાં એક એવી વ્યકિત પણ છે જેના હૃદયની ધડકનો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. આમ છતાં પણ આ વ્યકિત જીવે છે. હકીકતમાં આ વ્યકિતની છાતીમાં હૃદય છે જ નહીં. ૨૦૧૧માં ૫૫ વર્ષના ક્રેગ લુઈસ નામનો એક દર્દી જાનલેવા હાર્ટની બીમારીથી પીડાતો હતો. તેને ટેકસાસની હાર્ટ ઈન્સ્ટિટયુટમાં ભરતી કરાયો હતો. તેને એમાઈલોયડોસિસ નામની અત્યંત દુર્લભ બીમારી હતી જેમાં શરીરનું પ્રતિરક્ષા તંત્ર પોતાના શરીરની વિરૂધ્ધ જ કામ કરવા લાગે છે.

Rate this:

ગુગલના જાદૂઈ ચશ્માં વડે નાણાવટી હોસ્પીટલમાં ઓપન હાર્ટસર્જરી.

મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં ટેલી-મેડીસીન વિભાગના ડો. પવનકુમારે ગુગલ ગ્લાસની મદદથી ઓપન હાર્ટ સર્જરી પાર પાડી. એનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું છે. આ સાધનની મદદથી દૂર દૂરના નાના એવા હેલ્થ સેન્ટરમાં પણ ઓપન હાર્ટ જેવી અઘરી સર્જરી થઇ શકશે એમ ડો. પવનકુમારનું કહેવું છે.

Rate this:

આ ભાઇને ૩૦વર્ષમાં ૮૧૭ વાર હાર્ટ એટેક!

એક ખાનગી ચેનલમાં કલ્‍ચર ઓડિટનું કામ કરતા મેટ કેઇન નામના ૩૭વર્ષના ભાઇને છેલ્લાં ૩૦વર્ષથી અકળ કારણોસર હાર્ટ-એટેક જેવા જ હુમલા આવે છે. અચાનક જ જાણે હૃદય રોગનો હુમલો થયો હોય એમ તેઓ તમ્‍મર ખાઇને બેભાન થઇ જાય છે.

Rate this:

ક્લિનિકલ કાર્ડીઓલોજી માટે તે વરદાનરૂપ, હૃદયને સતત ધબકતું રાખતું મેમ્બ્રેન!

હૃદયને સતત ધબકતું રાખતું મેમ્બ્રેન વિકસાવવામાં આવ્યું! વૃક્ષોના લાંબા આયુષ્યનું રહસ્ય તેની આંતરિક છાલમાં છુપાયેલું છે તેવી જ રીતે વૈજ્ઞાાનિકો દ્વારા થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને એક્સટર્નલ મેમ્બ્રેન વિકસાવવામાં આવ્યું છે જે માનવીનાં હૃદયને સતત ધબકતું રાખશે. પાતળા પડ જેવું આ મેમ્બ્રેન ઈલાસ્ટિકની જેમ સ્થિતિસ્થાપક હોય છે, જેને ગ્લોવ્ઝની જેમ ખેંચીને સૂક્ષ્મ ઈલેક્ટ્રોડ્ટસમાં ગોઠવી શકાય છે.…

Rate this: