Swedish Anthurium Flowers grown by tribal farmer of Saputara,Gujarat.સાપુતારાના આદિવાસી ખેડૂતે કરી વિદેશી સ્વિડનના એન્થુરીયમ ફુલની સફળ ખેતી

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગુરૂકુળ આશ્રમ ભદરપાડા ગામે આદિવાસી ખેડૂતે કરેલા વિદેશી સ્વિડનનું એન્થુરીયમ ફુલની ખેતીમાં ફુલો ખીલવા માંડતા અંતરિયાળમાં વિદેશી ફોરમ મહેંકી ઉઠી છે. ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારઓનાં ભદરપાડા ગામે આદિવાસી ખેડૂતે સ્વીડીશ ફુલોની ખેતી કરી હતી. જેમાં ભારે પરિશ્રમ બાદ જુલાઇમાં સ્વીડીશ એન્થુરીયમનાં પુષ્પો ખીલી ઉઠતાં વિદેશી ફુલોની સુંગધ પ્રસરી રહી છે. ડાંગ જિલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ બાદ પણ કંઇક કરી છુટવાની ભાવના સાથે વિદેશી એન્થુરીયમ ફુલોનો ખેતી કરવા આદિવાસી ખેડૂત કિશોરભાઇ ચૌધરીએ ભારે પરિશ્રમ વેઠવવા પડ્યો હતો.

Rate this:

Farmers Must Follow. Group Farming_માધુપુરાના 30 ખેડૂતોની સમુહ ખેતી રંગ લાવી: ડુંગળીની અમદાવાદ-મુંબઈમાં માંગ

સિદ્ધપુરના દેથળી રોડ પર આવેલ માધુપુરા ગામના ખેડૂતોની સમુહ  ખેતી રંગ લાવી રહી છે. મુખ્યત્વે 30 પરિવારના 100 જેટલા ખેડૂતોએ ગામની તમામ જમીનમાં ખાનગી સહાય લઇને વાયર ફેન્સિંગથી ખેતરોને સુરક્ષિત કરીને તેમાં રાસાયણિક ખાતર નાખ્યા વગર, ટપક સિંચાઇ પધ્ધત્તિથી મરચાં, ડુંગળી, પપૈયું સહિતની વિવિધ પ્રકારની ખેતી કરી રહયા છે. ગામના ખેડૂત ગોવિંદભાઇ પટેલને બેસ્ટ ખેડૂતોનો…

Rate this:

Farming an American Saffron : ખેડુત પુત્રોનો અમેરિકન કેસરની ખેતીનો નવતર પ્રયોગ.

માલપુર તાલુકાના ગોઢકંપા ગામના બે ખેડુત પુત્રોએ 2 વીધા જમીનમાં અમેરિકન કેસરની ખેતી કરી આમૂલ પરિવર્તન કરી રોકડીયા પાક તરફ પહેલ કરી છે. માલપુર તાલુકાના છેવાડે અને મેઘરજ તાલુકાના સીમાડે આવેલ ગોઢકંપા ગામે પટેલ જીવરાજભાઇ તથા પટેલ જયંતિભાઇએ ખેતીની પધ્ધતિમાં પરિવર્તન કરી અખત્રારૂપ ગણી શકાય તેઓ પહેલીવાર અમેરિકન કેસરની ખેતી કરી રહયા છે- ચાર મહિને તૈયાર થાય ત્યારે કિલોનો લગભગ 40,000 હજારની આસપાસ ભાવ ચુકવાતા હોય છે.

Rate this:

A mechanical Engineer resigned for Farming. Earning double.

નોકરી કરતા બમણી કમાણી, મીકેનીકલ એન્જી.એ નોકરી છોડી સંભાળી ખેતી.
ભુપતભાઇ ભગવાનભાઇ બારડે જણાવ્યુ હતુ કે, અભ્યાસ પૂર્ણ કરી એક વર્ષ નોકરી કરી હતી. વર્ષ 2009થી ખેતી સંભાળી લીધી છે. ખેતીમાં નવા-નવા પ્રયોગ કરી સારૂ ઉત્પાદન મેળવી રહ્યો છુ. નોકરી કરતા ખેતી સારી અને સ્વતંત્ર છે. આ ખેતીનાં કામમાં જૂનાગઢ કૃષિ યુનિનાં ડો.એ.ઓ.ખેર અને નરેન્દ્રભાઇ ભરડાનું માર્ગદર્શન પણ મળી રહે છે. તેની સલાહ અને માર્ગદર્શનમાં ખેતીમાં ફેરફાર કરતા રહીએ છીએ.

Rate this: