5 કલાકની સર્જરી બાદ સાત વર્ષે અન્ન આરોગતી નેહા, ગુજરાતી તબીબે કરી સારવાર

       ઉત્તરપ્રદેશના મઉના ધનિયાબાદ ખાતે રહેતી નેહા રામપ્રકાશ રાજપૂત દોઢ વર્ષની હતી ત્યારે પાણીના બદલે ભૂલથી એસિડ પી ગઈ હતી. આ કારણે તેની અન્નનળી બળી જતા પ્રવાહી કે ખોરાક બંધ થઈ ગયો હતો. સ્થાનિક તબીબોએ પેટમાં પાતળી નળી ફીટ કરી દેતા માંડ પ્રવાહી લઈ શકતી હતી. નેહા આઠ વર્ષની થઈ ત્યાં સુધી કઠણ ખોરાક લઈ…

Rate this:

ડૉ. માલવિયાએ સાબિત કરી બતાવ્યું કે, આધુનિક ખેતીથી ડૉક્ટર કે એન્જીનિયર કરતાં પણ વધારે કમાણી કરી શકાય છે.

આધુનિક યુગમાં દરેક મા બાપનું સપનુ હોય કે પોતાનો દિકરો કે દિકરી એક સારો અભ્યાસ કરી સારી નોકરી કરી સારા નાણાં કમાવવા લાગે. પણ કેટલાક એવા પણ ગુજ્જુઓ છે જે સારી સારી ડીગ્રી ધરાવતા હોવા છતા ખેતીના વ્યવસાય તરફ વળ્યા છે અને તેમના ફિલ્ડમાં મળતા નાણા કરતા પણ વધારે નાણા આધુનિક ખેતીથી કરી રહ્યાં છે. આજના આધુનિક યુગમાં યુવાનો ખેતી કામને નાનપ માનતા હોય છે. અને પૈસા રળવા શહેરીકરણ તરફ વળતા હોય છે. આજના હાઈટેક આધુનિક યુગમાં યુવાઓ ખેતી કામ કરવામાં ખચકાટ અનુભવતા હોય છે. ત્યારે તેની સામે એવા પણ કેટલાક યુવાનો છે જે પોતે સારો અભ્યાસ કરીને પણ ખેતી કરી રહ્યાં છે. પોતાના અભ્યાસનો ઉપયોગ આધુનિક ટેકનિકથી ખેતી કરવામાં કરી રહ્યાં છે. આવા જ એક યુવાન છે જામનગર જિલ્લાના મેમાણાના ડો. રાજેન્દ્ર માલવિયા.

Rate this:

હૃદય નથી છતાં પણ જીવિત છે વિશ્વની એક માત્ર વ્યક્તિ!

artificial heart :
માનવીના શરીરમાં હૃદય તો હોય છે અને જીવતા રહેવા માટે આ હૃદય ધડકતુ રહેવંુ પણ જરૂરી છે. પરંતુ દુનિયામાં એક એવી વ્યકિત પણ છે જેના હૃદયની ધડકનો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. આમ છતાં પણ આ વ્યકિત જીવે છે. હકીકતમાં આ વ્યકિતની છાતીમાં હૃદય છે જ નહીં. ૨૦૧૧માં ૫૫ વર્ષના ક્રેગ લુઈસ નામનો એક દર્દી જાનલેવા હાર્ટની બીમારીથી પીડાતો હતો. તેને ટેકસાસની હાર્ટ ઈન્સ્ટિટયુટમાં ભરતી કરાયો હતો. તેને એમાઈલોયડોસિસ નામની અત્યંત દુર્લભ બીમારી હતી જેમાં શરીરનું પ્રતિરક્ષા તંત્ર પોતાના શરીરની વિરૂધ્ધ જ કામ કરવા લાગે છે.

Rate this:

સ્ટેમ-સેલ ટેકનોલોજીની મદદથી આંખની રોશની ફરીથી મળે એવી શક્યતા. ઉંદરો પરનો પ્રયોગ સફળ!

ન્યૂ યોર્કના તબીબોએ પુખ્ત વ્યક્તિના સ્ટેમ સેલમાંથી મનુષ્યની આંખને રોશની આપતાં દૃષ્ટિપટલને ફરીથી વિકસાવવામાં સફળતા હાંસલ કરી છે. એબીસીબી૫ મોલેક્યુલનો આ પ્રયોગમાં ઉપયોગ કરાયો હતો. આ સ્ટેમ સેલને આંખના લિમ્બસમાં પ્રત્યારોપિત કરાતાં તે દૃષ્ટિપટલના કોષો તરીકે ઊગે છે. વાગવાથી કે માંદગીને કારણે દૃષ્ટિપટલને નુકસાન પહોંચતાં અંધત્વ આવે છે. સંશોધકોએ દાતા પાસેથી મળેલી આંખના સ્ટેમ સેલમાંથી…

Rate this:

ગુગલના જાદૂઈ ચશ્માં વડે નાણાવટી હોસ્પીટલમાં ઓપન હાર્ટસર્જરી.

મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં ટેલી-મેડીસીન વિભાગના ડો. પવનકુમારે ગુગલ ગ્લાસની મદદથી ઓપન હાર્ટ સર્જરી પાર પાડી. એનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું છે. આ સાધનની મદદથી દૂર દૂરના નાના એવા હેલ્થ સેન્ટરમાં પણ ઓપન હાર્ટ જેવી અઘરી સર્જરી થઇ શકશે એમ ડો. પવનકુમારનું કહેવું છે.

Rate this:

ક્લિનિકલ કાર્ડીઓલોજી માટે તે વરદાનરૂપ, હૃદયને સતત ધબકતું રાખતું મેમ્બ્રેન!

હૃદયને સતત ધબકતું રાખતું મેમ્બ્રેન વિકસાવવામાં આવ્યું! વૃક્ષોના લાંબા આયુષ્યનું રહસ્ય તેની આંતરિક છાલમાં છુપાયેલું છે તેવી જ રીતે વૈજ્ઞાાનિકો દ્વારા થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને એક્સટર્નલ મેમ્બ્રેન વિકસાવવામાં આવ્યું છે જે માનવીનાં હૃદયને સતત ધબકતું રાખશે. પાતળા પડ જેવું આ મેમ્બ્રેન ઈલાસ્ટિકની જેમ સ્થિતિસ્થાપક હોય છે, જેને ગ્લોવ્ઝની જેમ ખેંચીને સૂક્ષ્મ ઈલેક્ટ્રોડ્ટસમાં ગોઠવી શકાય છે.…

Rate this:

લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર

 લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર લંડન,27 ડિસેમ્બર સામાન્ય રીતે લોકો ઉંમરને શિક્ષણ સાથે સરખાવતાં હોય છે પણ હવે સમય બદલાઈ રહ્યો છે, કેટલાંક લોકો મોટી ઉંમરે પણ પોતાના અભ્યાસને પૂરો કરે છે પણ જીવનના અંતિમ દિવસો પસાર થઇ રહ્યા હોય તેમ છતાં ડોક્ટરની પદવી મેળવી હોય તેવો કદાચ પ્રથમ…

Rate this: