જુનાગઢનાં એક ઇજનેરી વિદ્યાર્થીએ માનવીનાં DNA Profileની સરખામણી ઝડપથી કરે એવું સોફ્ટવેર વિકસાવ્યુ.

જુનાગઢની Noble Engineering Collageમાં અભ્યાસ કરતા નિકુંજ શ્યામકુમાર કારીયાને એક વિચાર આવ્યો કે કેદારનાથમાં થયેલી હોનારત વખતે હજારો લોકોનાં મોત થયા બાદ વિકૃત થઇ ગયેલા મૃતદેહોની ઓળખ મેળવવા માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવે. તેણે આખરે એવું સોફ્ટવેર તૈયાર કર્યું જેનાથી માત્ર થોડીક જ મિનીટ માં ડીએનએનો રિપોર્ટ અને વ્યક્તિની ઓળખ મેળવી શકાય.

Rate this: