દિલ્હીના યમુનાનગરમાં એક વાંદરી મનુષ્યના દોઢ વર્ષના બાળકની મા બનીને પ્રેમ કરે છે!

આને સતયુગ કહેવો કે કલયુગ કહેવો? રામાયણ કાળમાં વાનરોની નગરી હતી અને હનુમાનજી તો આપણા ભારતના સુપરમેન. કુતરા અને વાનરની મિત્રતા વિષે વાંચ્યું હતું. એક અંગ્રેજી ચલચિત્ર નામે ‘પ્રોજેક્ટ એકસ’ પણ હતું કે જેમાં વાનરો કેવી માનવીય લાગણી અનુભવે છે તેનું સુપેરે ચિત્રણ થયું છે. એક બીજું ચલચિત્ર ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ’ તો પ્રખ્યાત છે. એક ચલચિત્ર ‘મંકી ટ્રબલ’ તો એક બાલા અને વાનરનો દોસ્તી નું મસ્ત મઝાનું બાળકો એ જોવું જ જોઈએ એવું ચિત્ર છે. પરંતુ આ મનુષ્ય બાળ અને વાનર માતાની ઘટના સુખદ આશ્ચર્ય થાય તેવી છે.

Rate this: