કંડક્ટરની નોકરી છોડી કરી અમેરિકન મકાઇની ખેતી, વર્ષે 15 લાખની આવક

રાજકોટ નજીક આવેલા જુવાનપર ગામમાં રહેતા ખેડૂત પ્રજાપતિ પરિવાર આજે 20 વીઘામાં અમેરિકન મકાઇનું વાવેતર કર્યું છે.

This slideshow requires JavaScript.

1990ની વાત છે. મને એસ.ટી.માં કંડક્ટરની સરકારી નોકરી મળી. પરંતુ મૂળ તો ખેડૂત જીવ અને નવતર કરતું રહેવાની ઇચ્છા. બાપ-દાદાની જમીન પર ખેતી થતી હતી. એકવાર સુરતમાં અમેરિકન મકાઇ ખાધી અને તેની મીઠાશ દાઢે વળગી. બસ નક્કી કર્યું કે, આની ખેતી કરવી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો અમેરિકન મકાઇથી સાવ અજાણ હતા અને અમેરિકન મકાઇ વાવવાનો અને વેચવાનો વિચાર અમલમાં મુક્યો. આજે વર્ષે દહાડે 15 લાખ રૂપિયાની આવક થાય છે અને ફાઇવસ્ટાર હોટલ સુધી અમારી મકાઇ વખણાય છે’. આ શબ્દો છે નવ ચોપડી પાસ લવજીભાઇ પ્રજાપતિના. 

રાજકોટ નજીક આવેલા જુવાનપર ગામમાં રહેતા ખેડૂત પ્રજાપતિ પરિવાર આજે 20 વીઘામાં અમેરિકન મકાઇનું વાવેતર કર્યું છે. દર ત્રણ મહિને મકાઇનો પાક આવે જેમાં ત્રણ મહિને 20 મણથી વધુ ઉપજ થાય છે. પ્રજાપતિ પરિવારની સાહસિકતાની વાત પણ અલગ જ છે. 90ના દાયકામાં સુરતમાં પૂર આવતા સ્પીનીંગ મશીન પાર્ટસનો વ્યવસાય પાણીમાં તણાઇ ગયો. જેમાં હીરાભાઇ પ્રજાપતિના ત્રણ દીકરા લવજીભાઇ, વિઠ્ઠલભાઇ અને કિરણભાઇના કારખાનાને તાળા લાગ્યા અને દેવું થયું. લવજીભાઇ કહે છે કે, પહેલા તો 45 વીઘા જમીન વેચી દેવા નક્કી કર્યું પરંતુ ગુજરાતી ખેડૂત છીએ. હિંમત હારે તે બીજા. સુરતમાં અમેરિકન મકાઇ ખાધેલી. શરૂઆતમાં સુરતથી ટ્રેન મારફત મકાઇ મંગાવાની શરૂ કરી. પરંતુ 2001માં નિર્ણય કર્યો કે મકાઇ પણ આંગણે જ વાવવી.

 સતત ચાર વખત પાક નિષ્ફળ ગયો છતાં હિંમત ન હારી. 

લવજીભાઇ કહે છે કે, શરૂઆતમાં અમેરિકન મકાઇ બાફી તેમાં ચીઝ બટર લગાવી વહેચતા. સમય સાથે અને નવી પેઢી સાથે પરિવર્તન લાવ્યા. સેન્ડવીચમાં અમેરિકન મકાઇનો મસાલો બનાવી અને પીત્ઝામાં પણ મકાઇના દાણા નાખી નવતર પ્રયોગ કર્યો જેમાં ભારે સફળતા મળી. આજે પ્રજાપતિ બંધુઓની શહેરમાં હાર્દ સમા રોડ પર બે દુકાનો છે. જ્યાં લોકો મકાઇની વિવિધ આઇટમ ખાવા દૂર દૂરથી આવે છે. [more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s