જે કંપનીમાં એક સમયે ઈન્ટર્ન હતા, આજે એ જ કંપનીના સીઈઓ બની ગયા

The company which was internally intern in the company now became the CEO of the same company today

The company which was internally intern in the company now became the CEO of the same company today
  • ગ્લોબલ લીડરશિપ અવોર્ડ માટે પસંદ થયા, સુંદર પિચાઈને પણ આ એવોર્ડ મળ્યો 

  • ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાના કારણે તેમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હતો  

મહિલાઓ આજે કોઈ સ્થાને પાછળ નથી.તેઓ કોઈનો રેકોર્ડ તોડવાની સાથે પોતાનો નવો રેકોર્ડ બનાવી રહી છે. આ પછી ભારતીય મહિલાઓ હોય કે વિદેશી મહિલાઓ. અહીં વાત થઈ રહી છે અમેરિકાના બિઝનેસવુમન એડેના ફ્રેડમેનની. જેમને તાજેતરમાં ગ્લોબલ લીડરશિપ અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. એડેના ફ્રેડમેન દુનિયાના બીજા સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ, નાસ્ડેકના સીઈઓ છે. 1993માં એડેના ઈન્ટર્ન તરીકે નાસ્ડેકમાં જોડાયાં હતાં. 2017માં તે તેના પ્રમુખ બની ગયાં. નાસ્ડેકના ઈતિહાસમાં કોઈ પણ મહિલા આ પદ સુધી પહોંચી નથી. પોતાની આ સિદ્ધિનું શ્રેય એડેના તેનાં સ્કૂલિંગને આપે છે.
તેનું પૂરું સ્કૂલિંગ ગર્લ્સ સ્કૂલિંગમાં થયું છે.એડેના ગર્લ્સ સ્કૂલમા ભણતી હોવાના કારણે ત્યાં કોઈ ભેદભાવ નહોતો, બધાને સમાનરૂપે સવાલ પૂછવા અને પોતાની વાત રજૂ કરવાની આઝાદી હતી. જ્યારે તેણે કોલેજ જોઈન કરી અને કો-એજ્યુકેશનનો પહેલી વખત સામનો કરવો પડ્યો ત્યારે તેને એ વાતનો ખ્યાલ આવ્યો કે કેવી રીતે અહીં કોલેજમાં અન્ય છોકરીઓમાં આત્મવિશ્વાસની અછત છે. કોલેજમાં સામાન્ય રીતે છોકરાઓ જ સવાલ પૂછતા હતા. એડેના કહે છે કે ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરવાના કારણે તેમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હતો. કોઈ પણ ખચકાટ વિના સ્કૂલમાં સવાલ કરવા માટે પ્રેરિત કરાતા હતા. તેથી આજે તે આ સ્થાન પર છે.
એડેના કંપનીઓનાં મોટાં પદો પર મહિલાઓની જરૂરી સંખ્યાની તરફેણ કરે છે.નાસ્ડેકની સીઈઓ બન્યા પછી એડેનાએ કંપનીઓ માટે એ પ્રકારની પોલિસી પર કામ કર્યું જેમાં કંપની બોર્ડમાં 30 ટકા મહિલાઓ હોય અને સિનિયર પોઝિશન પર ઓછામાં ઓછી એક ક્વોલિફાઈડ મહિલા હોય. એક ઈન્ટર્વ્યુમાં તેમણે એક કિસ્સો સંભળાવ્યો. તેમની સાથે કામ કરનારી એક જુનિયર મહિલાના મગજમાં જ્યારે પણ કોઈ આઈડિયા આવે તે ધીમે ધીમે તેમની સાથે શેર કરી હતી. એક દિવસ એડેનાએ તે જુનિયર મહિલાને કહ્યું કે તમે ખૂબ જ સ્માર્ટ છો, તમારા આઈડિયા પણ જોરદાર છે, પરંતુ આમ ધીમે ધીમેથી વાત નહીં બને. તમે એ જ ટોનમાં પોતાની વાત રાખો જે ટોનમાં પુરુષ પોતાની વાત રજૂ કરે છે અથવા બોલે છે. તમારી વાત જરૂર સંભળાશે.
તે દિવસ પછીથી એવું થયું કે જ્યારે પણ તે મહિલાના મગજમાં કોઈ આઈડિયા આવતો, તે ઉત્સાહપૂર્વક બધા સામે પોતાનો આઈડિયા રજૂ કરતી અને ઓફિસના લોકો તે આઈડિયાની ખૂલીને પ્રશંસા કરતા.એડેના ફાઈનાન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા નહોતી માગતી. તેમનો રસ એસ્ટ્રોનોટ બનવાનો હતો. ગ્રેજ્યુએશન પછી તેમણે અમેરિકન સેનેટર અલ જ્યોર્જ માટે પણ કામ કર્યું, પરંતુ પછી તેમને લાગ્યું કે બિઝનેસની દુનિયામાં રહીને તે વધુ પ્રભાવશાળી જીવન પસાર કરી…[divyabhaskar]

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.