વન નેશન-વન ડ્રાઇવિંગ લાઇસન્સ

ભારત સરકાર જુલાઈ 2019થી દેશભરમાં એકસમાન સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનનોંધણી પ્રમાણપત્ર(આરસી બુક) જારી કરવાની યોજના બનાવી રહી છે. સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સના રંગ, ફોર્મેટ અને ડિઝાઇન એકસરખાં રહેશે, તેમાં માઇક્રોચિપ ક્યૂઆર કોડ પણ હશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જારી થનારાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક એકસમાન રહેશે .

driver-license-illustration_1284-5032
તેમાં એકસમાન સિક્યોરિટી ફીચર્સ સામેલ કરાશે. સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સને માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ ઉપરાંત નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ફીચરથી સજ્જ કરાશે. આ પ્રકારનું ફીચર એટીએમ અને મેટ્રો કાર્ડમાં હોય છે જેથી ટ્રાફિકવ્યવસ્થા જાળવનાર કર્મચારીઓ તેમની પાસેના હેન્ડડિવાઇસની મદદથી કાર્ડમાં સંગ્રહ કરાયેલી માહિતી જોઈ શકશે. નવાં ડ્રાઇવિંગ લાઇસન્સમાં ડ્રાઇવરનાં ડેક્લેરેશનથી માંડીને ઓર્ગન ડોનેશન સુધીની માહિતી સંગ્રહ કરાશે.

ડ્રાઇવર જો દિવ્યાંગ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલ વાહન ચલાવતા હશે તો તેનો ઉલ્લેખ પણ ડ્રાઇવિંગ લાઇસન્સમાં રહેશે, તે ઉપરાંત આરસી બુકમાં વાહનનાં એમિશન નોર્મનો ઉલ્લેખ કરાશે, જેથી તેની મદદથી પીયુસીનો ટેસ્ટ કરવામાં સરળતા રહે. અત્યારે પીયુસી ટેસ્ટ વખતે વાહનમાલિકને વાહન અંગેની વિગતો આપવી પડે છે.

હાલ દેશમાં દરરોજ 32,૦૦૦ ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરાય છે અને 43,૦૦૦ જેટલાં વાહનોની નોંધણી કરવામાં આવે છે, તેથી હવે જ્યારે કોઈ વ્યક્તિ તેનાં ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવવા અથવા વાહનની પુનઃનોંધણી કરાવવા જશે ત્યારે તેને નવાં સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક આપવામાં આવશે. આ રીતે દેશમાંથી તમામ જૂનાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક નાબૂદ કરાશે. નવાં સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુકની કિંમત રૂપિયા 15-20થી વધુ નહીં હોય.

ટ્રાફિક કર્મચારીને ડ્રાઇવર અને વાહનની તમામ માહિતી મળી જશે

કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રાલયે સમગ્ર યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક અધિકારી ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા આરસી બુકના નંબર પરથી તેમનાં હેન્ડડિવાઇસમાં તમામ માહિતી મેળવી શકશે. ડિવાઇસમાં સ્માર્ટકાર્ડ નાખવાથી અધિકારીને ડ્રાઇવર અંગેની તમામ માહિતી મળી જશે. જેના આધારે વાહન અને ડ્રાઇવરના ભૂતકાળનો રેકોર્ડ પણ સામે આવી જશે.(More…)

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.