દેશના શ્રેષ્ઠ ગામ તરીકે ગુજરાતના આ ગામને મળ્યુ સ્થાન. Punsari Village at Sabarkantha of Gujarat, India awarded as the best village of the nation.

સાબરકાંઠા જીલ્લામાં પુંસરી અને દરામલી એમ બંને ગામો સુંદર અને શ્રેષ્ઠ ગામો તરીકે ઓળખ ધરાવે છે, દેશના શ્રેષ્ઠ ગામ તરીકે એવોર્ડ મેળવી ચુકેલા પુંસરી ગામની મુલાકાત 60 દેશોના પ્રતિનિધીઓ મુલાકાત લેશે અને ગામની પ્રાથમિક સુવિધાઓને નિહાળશે. પુંસરી ગામની મુલાકાત લેવાના કાર્યક્રમને લઇને રાજ્ય અને જીલ્લાના ઉચ્ચઅધિકારીઓએ ગામમાં તડામાર તૈયારીઓ હાથ ધરી છે.

Punsari the best village of India.

Punsari the best village of India.

       સાબરકાંઠા જીલ્લામાં પુંસરી અને દરામલી એમ બંને ગામો સુંદર અને શ્રેષ્ઠ ગામો તરીકે ઓળખ ધરાવે છે, દેશના શ્રેષ્ઠ ગામ તરીકે એવોર્ડ મેળવી ચુકેલા પુંસરી ગામની મુલાકાત 60 દેશોના પ્રતિનિધીઓ મુલાકાત લેશે અને ગામની પ્રાથમિક સુવિધાઓને નિહાળશે. પુંસરી ગામની મુલાકાત લેવાના કાર્યક્રમને લઇને રાજ્ય અને જીલ્લાના ઉચ્ચઅધિકારીઓએ ગામમાં તડામાર તૈયારીઓ હાથ ધરી છે.

       પુંસરી ગામ એ દેશનુ શ્રેષ્ઠ ગામ તરીકે એવોર્ડ મેળવી ચુક્યુ છે અને પુંસરી ગામ દેશ અને વિદેશમાં તેની આગવી ઓળખ સ્થાપી રહ્યુ છે. પુંસરી ગામ ની મુલાકાતે આગામી રવિવારે એટલે કે ત્રીસમી સપ્ટેમ્બરે વિદેશી પ્રતિનીધી મંડળ મુલાકાત લેશે. પ્રતિનિધી મંડળ વિશ્વના સાંઇઠ જેટલા દેશોમાંથી ભાગ લેશે અને તેઓ પુંસરી ગામની સુવિધાઓને નિહાળશે. પુંસરીના આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળા તેમજ ગામને અપાતા આરઓ વોટર પ્લાંન્ટ ની મુલાકાત લેશે આ ઉપરાંત ગામની પ્રાથમિક સુવિધાઓની પણ સમજ મેળવશે અને તેને રુબરુ નિહાળશે. આમ ગામડાના વિકાસ નો પ્રતિનિધી મંડળ અભ્યાસ કરશે. મુલાકાત લેનાર સાંઇઠ જેટલા દેશોના પ્રતિનિધીઓ માં વિદેશના બે નાયબ વડાપ્રધાન અને પ્રધાન કક્ષાના પણ અન્ય પ્રતિનિધી મહેમાનો હશે સાથે જ અન્ય ઉચ્ચ અધીકારીઓ પણ જોડાશે.પ્રતિનિધી મંડળ સાથે કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો અને ઉચ્ચ અધીકારીઓ પણ સામેલ થશે..

       ઉચ્ચ કક્ષાનુ પ્રતિનિધી મંડળની મુલાકાતને લઇે વિદેશી મહેમાનોના સ્વાગત કરવા માટે પુંસરી ગામને હાલ સજાવવામાં આવી રહ્યુ છે. ગામમાં અનેક પ્રકારે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ માટે રાજ્ય અને જીલ્લાના ઉચ્ચ અધીકારીઓ એ પણ નિયમીત મુલાકાત લઇને તૈયારીઓને ઓપ આપવાના પ્રયાસ શરુ કર્યા છે. ઉચ્ચ અધીકારીઓએ મહેમાનોના આયોજનોને પણ આખરી ઓપ આપી રહ્યા છે.મહેમાનોને આવકારવા માટે પુંસરી ગામના જુદા જુદા પાંચ સ્થળોએ સાંસ્કૃતીક ઝાંખી કરાવતા પાંચ કાર્યક્રમો પણ કરવામા આવશે અને તેમને એક કીલોમીટર લાંબા રોડ શો પ્રકારે ગ્રામજનો આવકારશે.

પુંસરી ગામ વિશે…

       ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામના લાખો ગામ માટે રોલ મોડલ બન્યું છે. 6000ની વસતીનું આ ગામ 2006માં કંઇ નહતું. લોકોએ ચરનોઇની જમીન વેચીને આ ગામનો વિકાસ કર્યો છે. આજે આ ગામને દેશના સૌથી શ્રેષ્ઠ ગામની રીતે સન્માનિત કરાય છે. વાઇ ફાઇ, કમ્યુનિટી રેડિયો, ઇકો ફ્રેન્ડલી વીજળી, આરઓ પ્લાન્ટ, સીસીટીવી કેમેરા, પોતાની બેંક, બસ સેવા સાથે પુંસરી અનેક શહેરોને પાછળ રાખી રહ્યું છે.

પુંસરીમાં કઇ કઇ પ્રાથમિક સુવિધાઓ છે?

       ગામમાં ભૂગર્ભ ગટર લાઇન, સી.સી.રોડ, સી.સી.ટી.વી. કેમેરા, ગામની સાઉન્ડ સિસ્ટમ, મિનરલ વોટર પ્લાન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીઓ, પ્રાથમિક શાળા, ફરતી લાઇબ્રેરી, સફાઇ માટે ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા,સ્ટ્રીટલાઇટ, ગુણવત્તાયુક્ત કચરાનું મશીન, વીજળી સબસ્ટેશન, રોડ સફાઇ માટે સ્વીપર, જેવી અનેક સુવિધાઓ છે.

ઈડર તાલુકાનું દરામણી ગામ વિશે…

       સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલું દરામલી ગામ. આ ગામની એક ખાસિયત કહીએ તો ગામમાં એક પણ વ્યક્તિ બે-રોજગાર નથી.અહીના મહિલા સરપંચએ પોતાની દીર્ઘ-દ્રષ્ટિથી ગામમાં કોઈને બે-રોજગાર રહેવા દીધા નથી. હાલના સમયમાં સૌથી મોટી સમસ્યા હોય છે રોજગારીની ત્યારે હેતલબહેને પોતાના ગામમાં કોઈએ આ સમસ્યાનો સામનો નાં કરવો પડે એ માટે ગામનો સર્વે કરાવીને બે-રોજગાર મહિલાઓ અને પુરુષોની લીસ્ટ તૈયાર કર્યુંઅને તે લોકોને ગમતા વ્યવસાય માટેની તાલીમ આપી અને આ તાલીમના પ્રતાપે આજે દરામલી ફિનાઈલવોશિંગ પાઉડરબામ,અગરબતીમરચું અને હળદર સહીતની ચીજ વસ્તુઓનું પ્રોડક્શન કરતુ થયું છે.
       ખાસ કરીને વિવિધ મેળાઓમાં અને સરકારી કચેરીઓમાં તેમનુ હાથે બનાવેલ શુધ્ધ ચીજ વસ્તુનુ વિતરણ કરવામાં આવે છે અને જેથી આ મહિલાઓ કોઈના પર નિર્ભર નથી. ગામની મહિલાઓ યુવાનો કે યુવતીઓ પોતાની રીતેજ રોજગારી મેળવીને પગભર બની છે.
એક વ્યક્તિ બેરોજગાર નથી…
       ગામના યુવાનોને પણ પ્લમ્બિંગ સહીત અન્ય વ્યવસાયોની તાલીમ અપાઈ તો શિક્ષિત યુવક – યુવતીઓને કોમ્પ્યુટરની. વળી ગામની મહિલાઓએ બપોરના સમયનો સદ ઉપયોગ કરીને મરચું-હળદર તૈયાર કરવાનું શરુ કર્યું છે. ત્યારે ઉચ્ચ ગુણવત્તા વાળું આ મરચું અને હળદર તેઓ બાજાર ભાવ કરતા ઓછા રૂપિયે વેચી રહ્યા છે. અને ગામના લોકો ઘરે બેઠા અહીં ઉત્પાદિત થતી ચીજો ખરીદી શકે એ માટે એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરી છે..જેના થકી તેઓ ઘર બેઠા ઓર્ડર પણ આપી શકે અને વસ્તુ પણ મેળવી શકે.ત્યારે ગામમાં ઉભી કરાયેલી આ સુવિધાથી અહીની મહિલાઓ અને યુવા-યુવતીઓ મહીને 4 હજાર થી વધુ કમાઈને હવે ગર્વ ભેર જીવી શકે છે. કેમ કે હવે તેમને પૈસા માટે પોતાના પતિ કે પરિવારજનો પર આધાર રાખવો પડતો નથી. જેથી આ ગામના સરપંચને મુખ્ય પ્રધાનના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યુ હતુ.

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.