રેલીમાં આમને-સામને થતા ડીસીપી પિતાએ મારી એસપી દીકરીને સેલ્યુટ, પહેલીવાર એકસાથે ડ્યૂટી પર થયા તહેનાત.

દીકરીને જોઇ પિતાની છાતી ગર્વથી પહોળી,

કહ્યું- મને ખુશી છે સિંધૂ મારી સિનિયર છે.

       દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક ખૂબ મહેનત કરે અને એ મહેનતના દમ પર જીવનમાં તમામ સફળતાઓને હાંસલ કરે. તેલંગાણાની એક દીકરીએ પણ એવું કરી બતાવ્યું છે, જેનાથી તેના પિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ છે.

father-salutes-daughter

  વાત એવી છે કે, હૈદરાબાદમાં રવિવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની એક રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં તમામ પોલીસ અધિકારીઓની ડ્યૂટી લગાવવામાં આવી હતી. ડીસીપી એઆર ઉમામહેશ્વરા શર્મા પણ ત્યા તહેનાત હતા. રેલી દરમિયાન ડીસીપી પિતાની સામે એવું દ્રશ્ય આવ્યું જેનાથી તેમની છાતી ગજગજ ફૂલી ગઈ. આ રેલીમાં ડીસીપી ઉમામહેશ્વરાની દીકરી સિંધૂ શર્મા પણ હાજર હતી. જ્યા ઉમામહેશ્વરા અને સિંધૂનો સામનો થયો તો ડીસીપી પિતાએ પોતાની એસપી દીકરીને સેલ્યુટ મારી.

ચાર વર્ષ પહેલા આઇપીસમાં દીકરીનું સિલેક્શન થયું હતું

– ઉમામહેશ્વરા શર્મા છેલ્લાં 30 વર્ષોથી પોલીસમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. જ્યારે તેમની દીકરી સિંધૂ ચાર વર્ષ પહેલા આઇપીએસમાં સિલેક્ટ થઇ હતી. સિંધૂ શર્મા તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં એસપીના પદ પર તહેનાત છે.

– હૈદરાબાદમાં રાશાકોંડા કમિશ્નરીના મલકાનગિરીના ડીસીપી ઉમામહેશ્વરા શર્મા આગામી વર્ષે રિટાયર થવાના છે. ઉમામહેશ્વરા શર્માએ કહ્યું, “અમે લોકો પહેલીવાર ડ્યૂટી કરતી વખતે આમને-સામને થયા છે. હું ભાગ્યશાળી છું કે તેમની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો.”

પિતાએ ગર્વથી કહ્યું- સિંધૂ મારી સિનિયર અધિકારી છે

– ઉમામહેશ્વરાએ ગર્વથી કહ્યું, ‘સિંધૂ મારી વરિષ્ઠ અધિકારી છે. હું જ્યારે તેમને જોઉં છું, તો હું તેમને સલામ કરું છું. અમે પોતપોતાની ડ્યૂટી કરીએ છીએ અને તેના પર ચર્ચા નથી કરતા. પરંતુ ઘરે અમે લોકો એકદમ પિતા-પુત્રીની જેમ જ રહીએ છીએ.’

– રેલીમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલી સિંધૂએ કહ્યું, “હું બહુ જ ખુશ છું. આ એક સારો પ્રસંગ હતો જ્યારે અમને બંનેને સાથે કામ કરવાનો મોકો મળ્યો.

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.