5 કલાકની સર્જરી બાદ સાત વર્ષે અન્ન આરોગતી નેહા, ગુજરાતી તબીબે કરી સારવાર

      
ઉત્તરપ્રદેશના મઉના ધનિયાબાદ ખાતે રહેતી નેહા રામપ્રકાશ રાજપૂત દોઢ વર્ષની હતી ત્યારે પાણીના બદલે ભૂલથી એસિડ પી ગઈ હતી. આ કારણે તેની અન્નનળી બળી જતા પ્રવાહી કે ખોરાક બંધ થઈ ગયો હતો. સ્થાનિક તબીબોએ પેટમાં પાતળી નળી ફીટ કરી દેતા માંડ પ્રવાહી લઈ શકતી હતી. નેહા આઠ વર્ષની થઈ ત્યાં સુધી કઠણ ખોરાક લઈ શકતી ન હતી. આ કારણે તેનો શારીરિક વિકાસ પણ આઠ વર્ષની છોકરી જેવો નહોતો થયો. દરમિયાનમાં અમદાવાદ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં નેહાને તેના માતા-પિતા સારવાર માટે લાવ્યા.

This slideshow requires JavaScript.

       અહીં પાંચ કલાકની ગેસ્ટ્રોસર્જરી કરી નવી અન્નનળી સફળતાપૂર્વક મૂકતા આઠ વર્ષમાં નેહા પહેલીવાર દાળ-ભાત, શાક-રોટલી જમી શકી હતી. યુપીમાં ઘણા તબીબો પાસે નિદાન કરાવ્યુ હતુ પણ જઠર અને પેટ બંન્ને ખોલીને ઓપરેશન કરવાનુ જોખમ લેવા કોઈ તૈયાર થયા ન હતા. મેયર ગૌતમ શાહે બુધવારે નેહાની મુલાકાત લઈ તેને આઈસક્રીમ ખવડાવ્યો હતો. વી.એસ.ના ગેસ્ટ્રો સર્જન ડો.એચ.બી.વોરા અને તેમની ટીમે નેહાનુ તાજેતરમાં ઓપરેશન કર્યું હતુ. 
 
મારી દીકરી હવે શાળાએ પણ જઈ શકશે.
અત્યાર સુધી ખોરાક નહીં લેવાતો હોવાથી નેહાને શાળાએ પણ મૂકવામાં આવી ન હતી. નેહાના પિતા રામપ્રકાશભાઈએ ‘દિવ્ય ભાસ્કર’ ને કહ્યું કે, હવે મારી દીકરી બધો જ ખોરાક લેવા સમર્થ બની છે ત્યારે તે શાળાએ જઈ શકશે અને ભણી પણ શકશે.
એસિડ પી જવાના કારણે ઓપરેશન કરવું પડયું.
વોરાએ કહ્યું કે, ‘એસિડ પી જવાના કારણે નેહાની શરૂઆતની ખાવાની નળીનો અમૂક ભાગ છોડીને બાકીનો બધો જ ભાગ બળીને ખરાબ થઈ ગયો હતો. આ ભાગ કાપીને કાઢી નાખ્યો હતો. જેના સ્થાને ખોરાક લઈ શકે તે માટે જઠરની સ્પેશિયલ ટયૂબ બનાવી છાતીના અંદરના ભાગને જોડીને ગળા સુધીનો ખોરાક લેવા માટે નવો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.
 
સફળ ઓપરેશન કર્યા બાદ પહેલા નેહાને પાણીનો એક ઘૂટડો પીવડાવવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ પછી ભોજન આપવામાં આવ્યુ હતુ. આ ક્ષણ જોતા તેના માતા-પિતા અત્યંત ભાવવિભોર બની ગયા હતા. ’ લખનઉમાં ઓપરેશન બાદ પ્રવાહી જ લઈ શકતી હતી નેહાનું સાત વર્ષ પહેલું ઓપરેશન લખનઉમાં કરાયુ હતુ. જેમાં પ્રવાહી ખોરાક લેવા માટે ટયૂબ ઓપરેશનથી આતરડામાં નાખી હતી. સાત વર્ષમાં સંખ્યાબંધ સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં ફરવા જતા ઈલાજ કરવા કોઈ તબીબ તૈયાર ન હતા ત્યારે અંતે વી.એસ.માં સફળ સર્જરી પાર પાડી હતી.[more…]
 
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s