ઈંગ્લેન્ડ : ગુજરાતી હસીના ખાન ત્રીજી વાર બન્યા લેન્કેશાયરના કાઉન્સિલર.

પાલેજ : વાગરા તાલુકાના અરગામા ગામના વતની  હસીના ખાન લેન્કેશાયર ડીસ્ટ્રીક્ટ કાઉન્સીલની ચોર્લી નોર્થની બેઠક ઉપર પોતાના પ્રતિસ્પર્ધી હસીફ કન્ઝર્વેટીવ પાર્ટીના ઉમેદવાર ગ્રેગ મોર્ગનને ૧૧૧૪ મતે પરાસ્ત કરી વિજેતા બન્યા છે. અંગ્રેજો દ્વારા ” ખાન સાહેબ “ નો બિરૂદ ધારણ કરનાર અને વર્ષો સુધી પોતાની આગવી પ્રતિભાથી રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ. અહમદ ખાન સાહેબની પ્રપૌત્રીએ પણ ચોર્લી નોર્થમાં રેડીયો એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યાર બાદ લેબર પાર્ટીમાં પાયાના કાર્યકર તરીકે જોડાઇ ચોર્લી નોર્થના  કાઉન્સીલર તરીકે રાજકીય પદાર્પણ કર્યુ હતુ. ચોર્લીની જનતામાં પોતાનો વિશ્વાસ સંપાદિત કરી સતત ત્રણવાર બહુમતિથી ચૂંટાઈ આવતા હસીના ખાને હાલ પુન: યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યુ હતુ.

This slideshow requires JavaScript.

 ‘ખાન સાહેબ’નું બિરુદ મેળવનાર સ્વ. અહમદ ખાન સાહેબની પ્રપૌત્રી 
હસીના ખાનને કુલ ૨૦૩૨ મત મળ્યા હતા. જ્યારે કંઝર્વેટીવ  પાર્ટીના ઉમેદવાર ગ્રેગ મોર્ગનને ૯૧૮ તથા  યુ.કે. ઈન્ડેપેન્ડન્સ પાર્ટીના ઉમેદવાર ટોમીર્થારોકને ૨૭૮ અને લીબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના  રીબેકા વિલ્યન્સને ૧૮૮ મતો મળ્યા હતા. આમ કુલ ૧૧૧૪ મતોની સરસાઈથી હસીના ખાનનો વિજય થયો હતો.  હસીના ખાનની પુત્રી ઝારાખાન પણ લેન્કેશાયર ડીસ્ટ્રીક્ટના કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવી હતી. સતત ત્રીજીવાર ચુંટાવા બદલ ઈંગ્લેંડના રાજવી પરિવાર દ્વારા હસીના ખાનનુ અગાઉ સન્માન પણ કરાયુ હતુ. વાગરા તાલુકાના અરગામા ગામની હસીના ખાનનુ ઈંગ્લેંડના રાજકારણમાં અનેરી સિધ્ધી બદલ ભરૂચ અને ગુજરાત રાજયને ગૌરવ પ્રદાન થયુ છે.
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s