ધો-7 પાસ ખેડૂતે બનાવ્યું વોટર પ્યોરીફાયર, કલાકમાં 80 લીટર પાણી કરે શુદ્ધ

કૈથલના સોંગલ ગામના સાતમું પાસ ખેડૂતે વીજળી વગર ચાલતુ આરઓ (રિવર્સ ઓસમોસિસ) એટલે વોટર પ્યોરિફાયર બનાવ્યું છે. આ પ્યોરીફાયર એક કલાકમાં 80 લીટર પાણીને શુદ્ધ કરે છે. આમ કરવા માટે માત્ર પ્રેશર ઓછું હોવું જરૂરી છે. આ પ્રોજેક્ટને 100 ઘરવાળા ગામમાં લગાવવામાં આવે તો આખા ગામને શુદ્ધ પાણી મળશે.

This slideshow requires JavaScript.

2 વર્ષની મહેનત બાદ થયું તૈયાર

– આ આરઓને તૈયાર કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો. તમામ ખામી દૂર કર્યા બાદ ભારત સરકાર પાસે તેના ફોર્મ્યુલાની પેટન્ટ કરાવવામાં આવી છે.
– આ આરઓ શોધક ખેડૂતના 58 મિત્રો ઉપરાંત કૃષિ વિભાગના ડિરેક્ટરના ઘરે પણ લગાવવામાં આવ્યું છે.
– સોંગલમાં રહેતા 49 વર્ષીય લક્ષમણે જણાવ્યું કે, 2002માં હાર્ટ એટેક આવ્યો હતો. આ સમયે તમામ ટેસ્ટમાં પાણી શુદ્ધ ન હોવાની વાત સામે આવી હતી.
– ડોક્ટરોની સલાહના આધારે ખેતરમાં જામતી ઝાકળને ભેગી પીવાનું શરુ કર્યું.
– આ સમયે લક્ષમણે પાણીમાં ઓક્સિજન વધારવા પ્રયત્નો શરુ કર્યા જેના પ્રારંભ કાર્ય શૂન્ય હતું, તે પછી પ્લાસ્ટિકની બોટલમાં પ્રાકૃતિક વસ્તુઓનો આરઓ તૈયાર કર્યો. પછી તેની ફેમિલીયર સિસ્ટમ તૈયાર કરી.

4 સ્તરે શુદ્ધ થાય છે પાણી

1 પથ્થરનો ચૂનો
– સૌપ્રથમ ફિલ્ટરમાં ચમકતા પથ્થરનો ચૂનો નાખવામાં આવ્યો, જ્યારે પાણી આ ફિલ્ટરમાંથી પસાર થાય છે ત્યારે કચરો તેમાં જ રહી જાય છે.

2 ઈંટનો ચૂનો
બીજા ફિલ્ટરમાં ઈંટનો ચૂનો નાખવામાં આવ્યો. આ ફિલ્ટર ભૂગર્ભ જળમાં રહેલા મળમૂત્રના કણો દૂર કરે છે.

3 જમીની કોલસો
– ત્રીજા ફિલ્ટરમાં જમીની કોલસાનો ચૂનો નાખવામાં આવ્યો. કોલસો પાણીમાં સામેલ જીંક, યૂરિયા તથા ટીડીએસની સ્થિતિને નિયંત્રણમાં રાખે છે.

4 લાકડાનો કોલસો
– ચોથા ફિલ્ટરમાં લાકડીનો કોલસો નાખવામાં આવે છે, આ ફિલ્ટર પ્રદૂષણને નિયંત્રણમાં રાખે છે. પાણી આ ફિલ્ટરમાંથી બહાર આવે છે ત્યારે થોડોક ગેસ નીકળે છે જેનું સ્થાન ઓક્સિજન લઈ લે છે.

વેસ્ટ પાણી શાકભાજી માટે કામ લાગે છે

– લક્ષમણે જણાવ્યું કે, 1 કલાકમાં 80 લીટર પાણીને સાફ કરતા આરઓની બીજી પાઈપમાંથી 20 લીટર પાણી વેસ્ટ નીકળે છે.
– પીવાલાયક ન હોવાને કારણે આ પાણીને છોડ અને વૃક્ષો માટે વાપરવામાં આવે છે. જેને કારણે સારો પાક-ફળ મળે છે.
– ખેડૂત લક્ષમણે જણાવ્યું કે, એક આરઓ પાછળ 8-10 હજારનો ખર્ચ આવે છે. તેમાં વપરાતા સામાનને 10 વર્ષ સુધી બદલવાની જરૂર નથી. 10 વર્ષ પછી સામાન બદલવામાં 2 હજારનો ખર્ચ આવશે.
– આ આરઓ 10 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળી જગ્યામાં સરળતાથી આવી શકે છે.

http://www.divyabhaskar.co.in/news/NAT-7th-pass-farmer-made-water-purifier-at-kaithal-haryana-gujarati-news-5582422-PHO.html?seq=vdo&ref=hf

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s