ગોટલા વગરની કેરી!

જૂનાગઢ: બે દાયકા બાદ ગોટલા વગરની કેરીની જાતિ વિકસાવવામાં મળી સફળતા.

https://i1.wp.com/i9.dainikbhaskar.com/thumbnail/680x588/web2images/www.divyabhaskar.co.in/2017/03/28/mango_1490646355.jpg

 ઉનાળાની ઋતુ ફળોના રાજા ગણાતા કેરીની પણ મોસમ ગણાય છે. બાળકોથી લઇને વૃદ્ધ સૌ કોઇને ગરમીમાં ઠંડક બક્ષતી કેરી ખાવી પસંદ છે. કેરીના પ્રત્યેક ફળમાં બીજ હોય છે. જેને આપણે ગોટલા તરીકે ઓળખીયે છીએ. અન્ય બીજ કરતા આ ગોટલો પ્રમાણમાં મોટો હોવાથી કેરીના ફળમાં રસનું(ગરનું) પ્રમાણ ઘટાડે છે. વૈજ્ઞાનિકોએ ફળોની ઘણી જાતિઓમાં બીજ વગરની જાતિ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. અન્ય ફળોની જેમ હવે વૈજ્ઞાનિકોએ વર્ષોના અથાગ વર્ષોના પ્રયત્ન બાદ ગોટલા વગરની કેરીની જાતિ તૈયાર કરવામાં સફળતા મેળવી છે.
 
છેલ્લા 20થી 25 વર્ષોના સંશોધન બાદ મહારાષ્ટ્રના દપોલી(કોંકણમાં આવેલ ફળોના સંશોધન કેન્દ્ર, કોંકણ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકોએ રત્ના અને આલ્ફેન્સો કેરીનું સંકરણ દ્વારા જનીન બંધારણમાં ફેરફાર કરી સિંધુ 117 કેરીની ગોટલા વગરની નવી આંબાની જાતિ વિકસાવવામાં સફળતા મળી છે અને આવી કેરીનું ઉત્પાદન મેળવવા આંબાના રોપ તૈયાર કરવામાં પણ સફળતા મેળવી છે.
 
ગુજરાતના ગીર (જૂનાગઢ) વિસ્તારમાં આવેલ અનિલ ફાર્મના સમસુદ્દીનભાઇએ પણ આ સિંધુ 117 જાતનું વાવેતર કરી ગોટલા વગરની અને લગભગ 200 ગ્રામ વજનની કેરીનું ઉત્પાદન શરૂ કર્યુ છે અને ટૂંક સમયમાં ગીર-તાલાલાની વિશ્વ વિખ્યાત કેસર કેરીમાં પણ ગોટલા વગરની કેરી બજારમાં મળશે.
સ્વાદ-સુગંધ જળવાય તે જરૂરી
^આંબાના વૃક્ષોને વિકસાવી અને ગોટલા વગરની કેરીના ફળ મેળવવા માટે થોડા વર્ષોની રાહ જોવી પડશે. આ 200 ગ્રામની કેરીમાં ગોટલો ન હોવાથી રસ(ગર)નું પ્રમાણ વધે છે. પણ તેની સાથોસાથ કેરીનો મધુરો સ્વાદ અને સુગંધ જળવાઇ રહે તે પણ જરૂરી છે. જેમ ફુદીનો, લસણ, કોથમીરની સંકર જાતિના કારણે તેનો અસલ સ્વાદ અને ઓળખ ગુમાવી બેઠા છે અને બેસ્વાદ થશે તો કેસર કેરીની લોકપ્રિયતા પણ ઘટી જશે. 
> ડો.ભરત પંડિત, લાઇફ સાયન્સ ભવન, ભાવનગર યુનિ
https://i2.wp.com/i9.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2017/03/28/mango1_1490646859.jpg
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s