ભારતે એકસાથે 104 સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત કરી સર્જ્યો રેકોર્ડ, રશિયા-યૂએસને મૂક્યા પાછળ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એક સાથે સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અત્યાર સુધી કોઈપણ દેશે એક સાથે આટલી મોટી સંખ્યામાં સેટેલાઈટ્સ લોન્ચ નથી કર્યા. સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો રેકોર્ડ અત્યાર સુધી રશિયાના નામે છે. તેણે 2014માં એકવારમાં 37 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા. ઇસરો આ સેટેલાઈટ્સને બુધવાર સવારે 9.28 વાગ્યે PSLV-C37 દ્વારા લોન્ચ કર્યા. તમામ સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત થતા ભારતના નામે નવો કીર્તિમાન સ્થાપિત થઈ ગયો છે. ઇસરોના સફળ મિશન પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

PSLVનું 39th મિશન રહ્યું સફળ 
– મંગળવાર સવારે 5.28 વાગ્યે તેનું 28 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું.
– આ લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના ફર્સ્ટ લોન્ચ પેડથી કરવામાં આવ્યું.
– મિશનમાં ભારતના 3, અમેરિકાની પ્રાઈવેટ ફર્મના 96 સેટેલાઈટ્સ છે.
– આ ઉપરાંત એક-એક સેટેલાઈટ ઇઝરાયલ, કઝાખસ્તાન, નેધરલેન્ડ્સ, સ્વિઝરલેન્ડ અને યૂએઈનો છે.
અંતિમ 9 મિનિટ સૌથી મહત્વપૂર્ણ
– PSLV-C37ના સેટેલાઈટ્સને ઓર્બિટમાં પહોંચાડવામાં લગભગ 29 મિનિટ લાગશે. જેમાં અંતિમ 9 મિનિટ સૌથી મહત્વપૂર્ણ છે.
– મૂળે, આ દરમિયાન સેટેલાઈટ્સની ઈન્ફોર્મેશન ઇસરોને સીધી નહીં મળે.
– લગભગ 16 મિનિટ બાદ રોકટનું ચોથો અને છેલ્લો ભાગ અલગ થશે.
– આ સમયે તે મોરિશસની ઉપર હશે. ઇસરોનું એક સેન્ટર મોરિશસમાં પણ છે.
– મોરિશસથી આગળ ગયા બાદ સેટેલાઈટ્સની ઈન્ફોર્મેશન 9 મિનિટ સુધી નહીં મળી શકે કારણ કે તેની આગળ ઇસરોનું કોઈ સેન્ટર નથી.
એકવારમાં 23 સેટેલાઈટ્સ લોન્ચ કરી ચૂક્યું છે ઇસરો
– સૌથી પહેલા 714 કિગ્રાના CARTOSAT-2 સીરીઝના સેટેલાઈટને અર્થ ઓર્બિટમાં છોડવામાં આવશે.
– ત્યારબાદ 664 કિગ્રા વજનના બાકી 103 નેનો સેટેલાઈટ્સને ધરતથી 520 કિલોમીટર દૂર ઓર્બિટમાં સેટ કરવામાં આવશે.
– સિંગલ મિશનમાં અનેક સેટેલાઈટ્સ છોડવાનો ઇસરોનો આ ત્રીજો પ્રયાસ છે.
– આ પહેલા 2008માં એકવારમાં 10 અને જૂન 2015માં 23 સેટેલાઈટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા.

CARTOSAT-2થી શું ફાયદો થશે?

– ઇસરો કાર્ટોસેટ-2 સીરીઝનો ચોથો સેટેલાઈટ સ્પેસમાં મોકલી રહ્યું છે. તેના દ્વારા રિમોટ સેન્સિંગ સર્વિસ મળશે.

– તેના દ્વારા મોકલવામાં આવેલી તસવીરો કોસ્ટલ એરિયામાં રોડ-ટ્રાફિક, પાણીનું વિતરણ, મેપ રેગ્યુલેશન સહિત અનેક કામોમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
PSLV દુનિયાનું સૌથી ભરોસાપાત્ર લોન્ચ વ્હિકલ
– પોતાની 39th ઉડાણની સાથે PSLV દુનિયાનું સૌથી ભરોસાપાત્ર લોન્ચ વ્હિકલ બનશે.
– 1993થી લઈને અત્યાર સુધી તેણે 38 ઉડાણોમાં અનેક ભારતીય અને 40થી વધુ વિદેશી સેટેલાઈટ્સ સ્પેસમાં પહોંચાડ્યા છે.
– મિશન માટે સાયન્ટિસ્ટ PSLVના પાવરફૂલ XL વર્ઝનનો ઉપયોગ કરશે.
– 2008માં મિશન ચંદ્રયાન અને 2014માં મંગળયાન પણ આના દ્વારા જ પૂરા થાય હતા.
એંટ્રિક્સ તેના દ્વારા કમાઈ લેશે વર્ષભરમાં આવકના 50%
– PSLVથી લોન્ચનો ખર્ચ 100 કરોડ રૂપિયા છે.
– વૈજ્ઞાનિકો મુજબ, એંટ્રિક્સએ આ સેટેલાઈટ્સ માટે 200 કરોડ રૂપિયાની ડીલ કરી છે.
– એટલે કે લગભગ 100 કરોડ રૂપિયાની બચત થશે.
– આ તેની આવકના 50% છે.
રેકોર્ડ બનાવવો નહીં, ક્ષમતા તપાસવી ઉદ્દેશ્ય – ઇસરો
isro-satellite-mission-1 અમારો ઉદ્દેશ્ય રેકોર્ડ બનાવવાનો નથી. અમે માત્ર પોતાની લોન્ચિંગ કેપિસિટી તપાસવા માંગીએ છીએ.
– તેની સફળતાથી કોમર્શિયલ લોન્ચિંગમાં અમારી ઓળખ વધુ મજબૂત બનશે
. – ડો ડી. પી. કર્ણિક, પ્રવક્તા, ઇસરો
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s