Parija Shah {The Teenager sky girl of Vadodra_ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પાયલોટનું લાયસન્સ મેળવનાર પરીજા શાહ`.

તા.18મી ઓક્ટોબરે એટલે કે આજે મારા 16માં જન્મ દિવસે પ્રથમ વખત કો-પાયલોટ તરીકે રેસના 152 પ્લેન ઉડાવીને મારા પિતાની પાયલોટ બનવાની ઇચ્છા પૂરી કરી છે’. આ શબ્દો છે વડોદરામાં જ નહિં પરંતુ ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પાયલોટનું લાયસન્સ મેળવનાર પરીજા શાહના. તેણે divyabhaskar.com સાથેની વાતચીતમાં આ જણાવ્યું હતું. 

20 મિનીટ સુધી વડોદરાના આકાશમાં પ્લેન ઉડાવ્યું

પરીજા શાહે જણાવ્યું હતું કે, આકાશમાં જ્યારે પ્લેન લઇને પહોંચ્યા ત્યારે અદભૂત અને કદી ન ભૂલાય તેવા અનુભવનો અહેસાસ થયો છે. હું આકાશમાંથી આખા શહેરને જોઇ શકતી હતી. ઇસ્ટ્રક્ટર મને પ્લેનની સ્પીટ અંગે માર્ગદર્શન આપી રહ્યા હતા. અને ચોક્કસ ઉંચાઇ ઉપર પહોંચ્યા બાદ પ્લેનનો કંટ્રોલ પણ આપી દીધો હતો. 20 મિનીટ સુધી વડોદરાના આકાશમાં પ્લેન ઉડાડવાની મારી ખૂશી શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. પરંતુ, ચોક્કસ એમ કહી શકું કે બર્થડેના દિવસે મેં પ્લેન ઉડાવીને મારા પપ્પાને ગીફ્ટ આપી હોવાનો મને આનંદ છે.

મારા પિતાની ઇચ્છા હતી કે, હું પાયલોટ બનું: પરીજા

પરીજા શાહે વધુમાં જણાવ્યું હતું કે, હું ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. ત્યારથી જ મને પ્લેન ઉડાડવાની ઇચ્છા હતી. આકાશમાંથી પ્લેન પસાર થાય ત્યારે હું ઘરની બહાર પ્લેન જોવા માટે નીકળી જતી હતી. મારા પિતાની ઇચ્છા હતી કે, હું પાયલોટ બનું. મેં પણ પાયલોટ બનવા માટે આગળ વધી હતી. મારા માતા-પિતાનો સાથ મળતા મેં ગત વર્ષે ગુજરાત ફ્લાઇંગ ક્લબ જોઇન્ટ કરી હતી. આ એક વર્ષનો કોર્ષ હતો. જેમાં ગ્રાઉન્ડ ટ્રેનીંગની સાથે થિયરી ક્લાસ અને સિમુલેટર પર પ્લેન ઉડાવવાની તાલિમ આપવામાં આવતી હતી.

સ્ટેટ અને નેશનલ કક્ષાની ટેનિસ ચેમ્પિયન પણ છે પરીજા

પરીજા શાહે ધોરણ-11માં સમા ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરીજા સૌથી નાની ઉંમરમાં પાયલોટનું લાયસન્સ મેળવવાની સાથે સ્ટેટ અને નેશનલ કક્ષાની ટેનીસ ચેમ્પિયન પણ છે. પરીજા ભારતીય વાયુસેનામાં પાયલટ બનવા માંગે છે. પરીજા શાહે જણાવ્યું હતું કે, હું પહેલાં પ્રાઇવટ ફ્લાઇંગ લાયસન્સ મેળવીશ. તે બાદ એન.સી.સી. જોઇન્ટ કરીશ. ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સમાં જઇશ. તેણે જણાવ્યું હતું કે, એક વખત પ્લેન ઉડાવી લીધા બાદ પાયલોટ બની શકાતુ નથી. સારી પાયલોટ બનવા માટે પ્રેક્ટીસ કરવી પડશે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s