Massage of unity by the merchant of Ahmadabad_હિન્દુ-મુસ્લિમ એકતા માટે અમદાવાદીની એક અનોખી પહેલ.

દેશમાં વધી રહેલી હિન્દુ-મુસ્લિમ વચ્ચેની ખાણીને પુરવા અમદાવાદના એક વેપારીએ પહેલ કરી અને તેમને
આશ્ચર્યજનક આવકાર મળ્યો. શહેરના હોટેલીયરે સમાજમાં વધી રહેલ ધાર્મિક તણાવને જોતા સ્વતંત્રતા દિવસે
ભાઈચારાનો સંદેશ પ્રસરાવવાનો ઉદાહરણીય પ્રયાસ કર્યો.

Massage of integrity of muslim at Amadavad

36 વર્ષના ઇદરીશ ફતેહ, કાલુપુરમાં એક હોટલ ચલાવે છે. તેમણે એક વાત નોંધ કરી હતી કે હિન્દુઓ તેમની
હોટેલમાં આવતા અચકાતા હતા. એટલું જ નહીં કોઇ ઓટો ડ્રાઈવર પણ હિન્દુ મુસાફરને તેમની હોટલે નહોતો
લાવતો, કારણ કે તેઓ એક મુસ્લિમ હતા.

હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જોવા મળી રહેલા આ ભેદભાવથી પરેશાન ઇદરીશભાઈએ આ ખાઈને દૂર કરવાનો પોતે
પ્રયાસ કર્યો અને તેના માટે સ્વતંત્રતા દિવસ પસંદ કર્યો.

સ્વતંત્રતા દિવસે દરિયાપુરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ઇદરીશભાઈ શહેરના ભીડભાડભર્યા
વિસ્તારમાં એક બેનર સાથે ઉભા રહી ગયા. બેનરમાં લખ્યું હતું કે હું એક ભારતીય મુસ્લિમ છું. હું દેશમાં
હિન્દુ-મુસ્લિમ વચ્ચે એકતા ઇચ્છું છું. જો તમારી સાથે સહમત હો તો મારી સાથે ઉભા રહો.

15મી ઑગસ્ટે ઇદરીશભાઈ નહેરૂબ્રીજ, આશ્રમરોડ, એસટી બસ ડેપો, કાલુપુર રેલવે સ્ટેશન પર બેનસ સાથે ઉભા
રહ્યાં અને તેમને લોકોનો ભારે આવકાર મળ્યો. બીજા દિવસે પણ ઇદરીશભાઈ આ જ સ્થળોએ ઉભા રહ્યાં અને
બીજા દિવસે પણ તેમને પહેલા દિવસ જેવો જ આવકાર મળ્યો. બે દિવસમાં ઇદરીશભાઈ બંને સમાજના અંદાજે
700 લોકોને મળ્યા.

ઇદરીશભાઈ હવે આખું વર્ષ આ કેમ્પેઇન ચાલું રાખવા માંગે છે. શહેરના દરેક રસ્તા પર અને દરેક પોઇન્ટ પર
જ્યાં સૌથી વધુ લોકો પસાર થાય છે ત્યાં ઉભશે અને પ્રેમ, એકતા-ભાઈચારાનો સંદેશ ફેલાવશે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s