Banana Bunch of 84 kg with organic farming_એક કેળાની લૂમનનો વજન 84 કિલો, સજીવ ખેતીનું પરિણામ.

આણંદના પેટલાદ તાલુકાના બોરિયા ગામે કેતનભાઇ પટેલના કેળના ખેતરમાં 84.500 કિ.ગ્રામની કેળની લૂમ થતાં અધિકારીઓ ભારે કુતુહુલતાવશ તેને જોવા માટે દોડી ગયા હતા. તેમજ આ પ્રકારની કેળાની લૂમ ભારતમાં પ્રથમ છે કે નહીં તે અંગેની તપાસ પણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી ડાયરેકટર એચ.આર.પારેખે જણાવ્યું હતું. બોરિયા ગામે કેતનભાઇ પટેલ વર્ષોથી કેળની ખેતી કરી રહ્યાં છે. તેઓ દ્વારા આ વર્ષે રાસાયણિક ખાતરોને બદલે કુદરતી ખાતર તેમજ સજીવ ખેતી કરવા તરફના પગરણ માંડ્યા હતા. વર્ષોથી કરવામાં આવતી ખેતીમાં કેળની લૂમનું વજન અંદાજે 35 થી 40 કિલોની વચ્ચે રહેતું હતું.

 biggest banana bunch 01
 
આ વર્ષે ખેતીમાં કેળની લૂમનો ઉતારો વધારે 
 
પરંતુ આ વર્ષે ખેતીમાં કેળની લૂમનો ઉતારો વધારે જોવા મળ્યો હતો. કેળાની લૂમનુ વજન કરવામાં આવતા અંદાજે 84.500 કિલોગ્રામના વજન જાણવા મળ્યું હતું. biggest banana bunch 02જેથી તેઓએ બાગાયત વિભાગને જાણ કરતાં બાગાયત વિભાગના ડેપ્યુટી ડાયરેકટર એચ.બી.પારેખ તેમના અધિકારીઓની ટીમ સાથે ખેતરમાં આવી પહોંચ્યા હતા. તેઓએ કૃષિ વિભાગના અધિકારીઓને પણ બોલાવ્યા હતા. તેમજ આ પ્રકારની લૂમ જોઇને તેઓ પણ ભારે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. આ પ્રકારની લૂમ તેઓએ પણ પ્રથમ વખત જ જોઇ હોય તેવું જણાવ્યું હતું. આટલી મોટી લૂમ પાકતા સંશોધન કરાશે.

MG

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s