Bright Future of Satish with Brinjal Farming_ હીરામાં મંદી આવતાં વતન પહોંચી યુવાને બંજર જમીનમાં રીંગણા ઉગાડ્યા.

એક તરફ હિરા ઉદ્યોગમાં મંદિનો માહોલ છે. ખેતીનું ચિત્ર પણ ઉજળુ નથી. જેના પગલે પુરતી રોજગારીનું સર્જન થઇ રહ્યુ નથી. પરંતુ કેટલાક લોકો આવા રોદણા રોતા નથી. જાત મહેનતમાં લાગી પડે છે. કુંડલાના કૃષ્ણગઢ ગામના યુવાને પણ સુરતમાં હિરામાં રોજગારી મળતી ન હોય વતનમાં આવી પોતાની બંજર જમીનમાં રીંગણા ઉગાડ્યા અને માત્ર બે માસમાં રૂા. અઢી લાખનો પાક લઇ લીધો.

This slideshow requires JavaScript.

સુરતથી વતન અમરેલીમાં આવી ખેતી શરૂ કરી, માત્ર 2 મહિનામાં 2.5 લાખની આવક મેળવી.
સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામના સતિષ પોલાભાઇ પ્રજાપતી નામના 25 વર્ષીય યુવાને આ કમાલ કરી દેખાડી છે. આમ તો આજની પેઢીને ખેતી કરવી ગમતી નથી, ધંધા ઉદ્યોગોમાં વધુ રસ છે. આ યુવાન પર હિરા ઉદ્યોગમાં રોજી રોટી રળવા માટે સુરત પહોંચી ગયો હતો. પરંતુ રત્ન કલાકાર તરીકે આજીવીકા મેળવવી અહિં પણ તેને મુશ્કેલ લાગી. કારણ કે હિરા ઉદ્યોગની મંદિમાં પુરતુ કામ થતુ ન હતું. આખરે તેણે વિચાર્યુ વતનમાં જઇ ખેતી કરવી.
કૃષ્ણ ગઢના ઉત્સાહી ખેડૂતે ગૌમુત્ર અને દેશી ખાતરનો રિંગણાની ખેતીમાં કર્યો ઉપયોગ
કૃષ્ણગઢમાં આવી આઠ વિઘા બંજર જમીનમાં ઓર્ગેનીક ખાતર અને ગૌમુત્રના પ્રયોગ સાથે તેણે રીંગણીનું વાવેતર કર્યુ. નશીબ પણ તેની સાથે હતું અને રીંગણાનો ભરપુર ફાલ આવ્યો. વળી રીંગણાનો ભાગ પણ સારામાં સારો આવવાથી માત્ર બે માસમાં તેણે અઢી લાખ કરતા વધુની કિંમતના રીંગણા વેચી નાખ્યા હતાં. ગામલોકો પણ તેની સુઝબુઝથી આચકો ખાઇ ગયા હતાં. ગામના માજી સરપંચ ચંપુભાઇ ધાધલ અને પરબતભાઇ પટેલે પણ તેને ખેતીમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું. જો કે ચોમાસુ શરૂ થઇ જતા હવે રીંગણાના ભાવ ઘણા નિચા ચાલ્યા જશે.તેમ છતા આ યુવાન નિરાશ થયા નથી.
ગૌમુત્ર અને દેશી ખાતરનો ઉપયોગ
કૃષ્ણગઢ ગામના ભયલુભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે સતિષ પ્રજાપતિએ ઓર્ગેનિક ખેતી કરી આ પરિણામ મેળવ્યુ છે. તેણે સારી ઉપજ મેળવવા ગૌમુત્ર અને દેશી ખાતરનો ઉપયોગ કર્યો હતો.
માત્ર આઠ વિઘા જમીનમાં કરી કમાલ
એકાદ વર્ષ પહેલા સુરતથી પરત પોતાના વતન કૃષ્ણગઢ આવ્યા બાદ આ યુવાને માત્ર આઠ વિઘા જમીનમાં આ કમાલ કરી દેખાડી હતી. બંજર જમીનમાં દેશી ખાતર અને ગૌમુત્રના ઉપયોગથી તેણે ધાર્યુ પરિણામ મેળવ્યુ હતું.
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s