Earnings with fruits of nimb tree(melia aza direachta).લીમડાના વૃક્ષની લિંબોળીથી કમાણી.

A Indian popular tree Nimb(melia aza direachta), is healthy and natural air purifier, germs controller. The fruit of it called ‘limboli’ in Gujarati language. These fruits are bead like in shape and looks attractive. They might be prove to be precious as real beads. It is possible to earn through these nimb tree fruits.
કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પિપળી? ગુજરાતી ચલચિત્રનું આ ઘણુ જાણીતું મીઠું ગીત છે. આંગણામાં ઉગેલ લીમડાનું વૃક્ષ શિતળ છાંયડો આપે છે, અને સ્વાસ્થયપ્રદક પણ હોય છે. એની લિંબોળીઓ, જાણે કોઈ મોતી(bead) હોય એવી જ લાગે છે. હવે એ લિંબોળીઓ પણ મોતીની જેમ કમાઇનું સાધન બની શકે છે.

nimb tree fruits 01

ગુજરાતી સમાચારપત્ર સંદેશ્માંથી સાભાર...

              આપણા આંગણે લીમડાનું વૃક્ષ હોય તો તેના પર લટકેલી લીંબોળી પાકે, કે નીચે પડે તેના પર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. પરંતુ લીમડાના વૃક્ષ પર લાગતી લીંબોળી કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બન્યું છે. વર્ષના બે મહિનામાં લીંબોળીઓ થકી મહિલાઓ લાખો રૂપિયા કમાતી થઈ છે. અને આ લીંબોળીઓ વીણીને તેને ખાતર બનાવતી કંપનીઓને આપવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં આ ઉદ્યોગ મોટા પાયે ફાલ્યો છે.

લીમડાના વૃક્ષ પર આવતી લીંબોળીઓ ભરૂચ જિલ્લાની કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બની છે.

            સામાન્ય રીતે રોડ પર વેસ્ટ જતી લીંબોળીઓ વીણીને મહિલાઓ તેનો ઉપયોગ કરતી થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતર બનાવતી કંપનીઓને આહવાન કર્યું હતું કે, હવેથી ખાતરને નીમ કોટેડ બનાવવું. જેનાથી ખાતરના ઉદ્યોગો દ્વારા જે દુરુપયોગ થતો હતો અને ખાતરની અછત ઉભી થતી હતી તે અટકશે. અને નીમ કોટેડ ખાતરથી ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બનશે. ખાતર બનાવતી કંપનીઓએ આ વાતને સ્વીકારી છેલ્લાં બે વર્ષથી સંપૂર્ણ ખાતર નીમ કોટેડ બનાવવાની શરૂઆત કરી છે.

nimb tree fruits 02

ભરૂચ ખાતે આવેલ જી.એન.એફ.સી. કંપની દ્વારા પણ 100 ટકા નીમ કોટેડ ખાતર બનાવવામાં આવે છે.

અને તેના માટે વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને લીંબોળીઓ વીણી કેવી રીતે કમાણી કરી શકાય

તે માટેની તાલીમ આપવામાં આવે છે.

                 ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે મહિલાઓ એકત્રિત થઈ લીંબોળીઓ વીણી કમાણી કરી રહી છે. મહિલાઓનું જૂથ એકત્રિત થઈ લીંબોળીઓ વીણી તેને ભેગી કરે છે. ત્યાર બાદ આ લીંબોળીઓ ગામની એક મહિલા આગેવાન પાસે જમા કરી દે છે. અને તેના પૈસા તાત્કાલિક મહિલાને મળી જાય છે. હાલ રૂ. 4 થી 6 પ્રતિ કિલોનો ભાવ આપવામાં આવે છે. આ લીંબોળીઓ એક જગ્યાએ એકત્રિત થાય પછી કંપની દ્વારા તેમને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

કંપની અને મહિલાઓ વચ્ચે કોઈ દલાલ નથી હોતો. મહિલાઓ સીધી કંપનીને જ લીંબોળીઓ વેચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જંબુસર તાલુકાના વેડચ ગામની મહિલાઓ છેલ્લા બે વર્ષથી આ કાર્ય સાથે સંકળાયેલ છે ગત વર્ષે 100 જેટલી મહિલાઓના આ ગ્રુપે માત્ર બે મહિના માં 50 હજારથી વધુની કમાણી કરી હતી. જ્યારે આ વર્ષે આ આંકડો 2 લાખને પર થાય તેવી આશા મહિલાઓ સેવી રહી છે.

ભરૂચ જિલ્લામાં આ બિઝનેસ વધી રહ્યો છે                        ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા અંતરિયાળ વિસ્તારની મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે અને લીંબોળીઓ વીણી વધુને વધુ કમાણી કરી શકે તેવી સમજ આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો, ભરૂચ જિલ્લામાં કુલ 5.52 લાખ લીમડાના વૃક્ષ આવેલ છે. અને વૃક્ષ દીઠ 10 થી 45 કિલો લીંબોળીઓ થાય છે.

જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ દ્વારા કંપનીને પણ સૂચના આપવામાં આવી છે કે મહિલાઓને સીધે સીધું તેઓનું યોગ્ય વળતર મળી શકે તે માટે વચ્ચે કોઈ દલાલ કે અન્ય કોઈ વેપારી ને ન રાખવો. તેઓ દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓ સ્વનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે લીંબોળીઓ એ માત્ર કચરો હોય છે. પરંતુ આ કચરામાંથી પણ મહિલાઓ આજીવિકા ઉભી કરી શકે છે અને સારામાં

nimb tree fruits 03

સારું વળતર મેળવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજાગ બન્યું છે.[more]

 

MG

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s