Women Empowerment: Missile woman of India, Tissa Thomas-અગ્નિ મિસાઈલની ટીમ લિડર ટીસા થોમસ.

આપણાં મિસાઇલમેન એ. પી. જે. અબ્દુલકલામ વિષે તો સહૂ જાણે છે. અગ્નિ મિસાઇલની પ્રથમ મહિલા ટીમ લિડર તરીકે તેમની જ શિષ્યા એવાં ટીસા થોમસને પણ અગ્નિ મિસાઇલની સફળતા બાદ ભારતની મિસાઈલ વુમન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.

કેરળના અલ્લપુઝા જિલ્લાના રહેવાસી ટેસી થોમસ(જન્મ ૧૯૬૩) સ્કુલનાં સમયથી જ મિસાઇલ વિષેનાં સમાચાર ઘણાં કૂતુહલથી વાંચતા. કોઝીકોડની ત્રિચૂરા એંજીનીઅરીંગ કોલેજથી બી. ટેક. કર્યા પછી, ડિફેન્સ કોલેજ ઑફ એડવાન્સ ટેકનોલોજીમાં એમ. ટેક. કર્યુ. જ્યારે ૧૯૮૫માં ડિ. આર. ડી. ઓ.( Defence Research and Development Organization) તરફથી દેશના દસ યુવાનોમાં તેમની પણ પસંદગી થઈ, પછી તો તેમની સમક્ષ જાણે મિસાઈલનું વિશ્વ ઊઘડીગયુ.

૧૯૮૮માં અગ્નિ પરિયોજનામાં જોડાયા, અગ્નિ-૪ અને અગ્નિ-૫ના મિશનમાં તેઓની ટીમલિડર તરીકે વરણી થઈ. પ્રોજેક્ટની સફળતા પછી તેઓ ભારતના મિસાઇલ વુમન તરીકે ઓળખાવા લાગ્યા.

પોતાની શિષ્યા ટેસી થોમસ માટે શ્રી એ.પી.જે. અબ્દૂલ કલામનો આત્મા જરૂર હરખાતો હશે.

ડી.આર.ડી.ઓ.માં અન્ય પણ ઘણી તેમના જેવી કર્મઠ મહિલાઓ છે, જે પોતાની ઘરની જવાબદારીની સાથે સાથે ડી.આર.ડી.ઓ.માં પણ પોતાની ફરજ નભાવી રહી છે.

ટેસી થોમસના પતિ સરોજ કુમાર પટેલ મુંબઈમાં નૌ-સેના અધિકારી છે. એમનો પુત્ર તેજસ એંજીનીઅરીંગનો વિધ્યાર્થી છે. ટેસી થોમસને બેડમિંટનની રમત ઘણી પ્રિય છે, અને એમને પોતાના કુટુંબ માટે સ્વાદિષ્ટ ભોજન રાંધવુ પણ પસંદ છે.

સર્વ ભારતિયો અને ખાસ તો ભારતની મહિલાઓ માટે ટેસી થોમસ એક આઈક્ન છે….જયહિંદ!

MG

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s