Gujarati Language : ગુજરાતી ભાષાને ચાહનારો એક અલમસ્ત ફકીર વસે છે સુરતમાં

હાલ ભાષાઓ પ્રત્યે લોકોએ એક અલગ જ વિચારધારા જ અપનાવી લીધી છે અને અંગ્રેજી ભાષા તરફ વધુ આકર્ષાયા છે. અંગ્રેજી ભાષા ભલે વૈશ્વિક ભાષા છે. કારકિર્દીમાં જરૃરી છે પરંતુ એનો મતલબ એ નથી કે માતૃભાષાથી દૂર થઇ જવું. દુનિયામાં ઘણી જગ્યાઓ પર માતૃભાષાઓ લુપ્ત થઇ રહી છે પરંતુ આ બધાની વચ્ચે ઘણાં એવા લોકો પણ છે જેઓ આપણી માતૃભાષા ગુજરાતીને બચાવવાના અન સંવર્ધનનાં કાર્યમાં લાગેલ છે. અને આવા જ એક વ્યક્તિ સુરતના રમણભાઇ જરીવાલા.

ramanbhai jariwala૧૮૦૦ મેગેઝિન ફ્રીમાં વાચકો સુધી પહોંચાડે છે, ૪૦,૦૦૦ લોકોને ગુજરાતી વાંચતા કર્યા.

Click for site and e magazine : Kasturi

રમણભાઇ જરીવાલાએ ૪૫ વરષ સુધી જરી ઉદ્યોગમાં આગવી ઓળખ ઉભી કરી છે. પાંચ વર્ષ પહેલા તેમણે નિવૃત્તિ જાહેર કરી અને માતૃભાષાના પ્રચાર-પ્રસાર માટે તેઓ કામે લાગી ગયા છે. આ અંગે વાત કરતા રમણભાઇ જરીવાલા કહે છે કે, ૧૫મી જાન્યુઆરી ૨૦૧૦ના રોજથી ઝેરોક્ષ કરેલી ગુજરાતી સાહિત્ય સામગ્રી લોકોને ઘરે-ઘરે નિઃશુલ્ક મોકલવાની શરૃઆત કરી હતી. અને આજે તેમના એ પ્રયાસ થકી તેમણે ચાલીસ હજાર લોકોને ગુજરાતી સાહિત્ય વાંચતા કર્યા છે.

તેઓ કહે છે કે, આપણે ત્યાં માતૃભાષાનો ઉપયોગ ઘટી રહ્યો છે. દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ રાખતા હોય છે. જેના કારણે આજના બાળકોને ગુજરાતી ભાષા લખતાં આવડતી નથી. તેથી ગુજરાતી સાહિત્યને જીવતું રાખવા વાંચન પ્રત્યે લોકોનો રસ જગાડવો અત્યંત જરૃરી છે. તેથી વર્ષ ૨૦૧૦ અમુક લેખકોના પુસ્તકોના લેખો, વાર્તાઓ, કવિતાઓ, નિબંધ વગેરેની એક ઝેરોક્ષ નકલ કરીને મારા આજુબાજુના વર્તુળમાં લોકોને વાંચવા માટે મોકલી હતી. અને તેને કસ્તુરી નામ આપ્યું.

૧૫૦ લોકોને ઝેરોક્ષ નકલ સાથેનું કસ્તુરી મેગેઝીન વાંચવા માટે પોસ્ટ કુરીયર દ્વારા મોકલી આપ્યા બાદ ૧૦મા અંક તરફ જ્યારે પહોંચ્યા ત્યારે વાચકોની સંખ્યા વધીને ૫૫૦થી ઉપર પહોંચી હતી. પ્રિન્ટ કરવાનું નક્કી કર્યું. દર ૩ મહિને બહાર પડતું કસ્તુરી મેગેઝીનનું ્અત્યારે છઠ્ઠું વર્ષ છે. આ મેગેઝીનમાં સાહિત્ય ક્ષેત્રે જાણીતા લેખકો કવિઓના લેખો, કવિતાઓ, વાર્તાઓ, લઘુકથાઓ પ્રકાશિત કરીએ છીએ. જે તે લેખક પાસે પહેલાં તેના લેખને પ્રસ્તુત કરવા માટેની મંજુરી માંગવામાં આવે છે.

કસ્તુરી મેગેઝીનમાં કોઇપણ પ્રકારના લવાજમની ફી લેવાતી નથી. નિઃશુલ્ક લોકોને ઘર સુધી પહોંચતું કરવામાં આવે છે. આ મેગેઝીનનું સંપાદનનું અને છાપકામનો ખર્ચ રમણભાઇ ઉપાડે છે. લોકો સુધી શ્રેષ્ઠ વાંચન પહોંચે તે માટે દરરોજના છ કલાક વાંચનયાત્રા કરે છે. રમણભાઇ અત્યારે ૪૦,૦૦૦ જેટલા વાચકો આ કાર્યમાં મારી સાથે જોડાયેલા છે. અને ૧૮૦૦થી વધુ નકલો છાપવામાં આવે છે. સાથે જ યુવાવર્ગને આકર્ષવા માટ એક વેબસાઇટ પણ ચલાવવામાં આવે છે.

”અન્ય પાંચને મેગેઝિન વંચાવો એ જ લવાજમ”


વાચકો તરફથી લવાજમની ફી આપવા માટે તત્પરતા દાખવવામાં આવે છે ત્યારે રમણભાઇ તેના વાચકને સ્પષ્ટપણે કહે છે કે, તમારે જો લવાજમ ચૂકવવું જ હોય તો કસ્તુરી વાંચ્યા બાદ તેને બીજા પાંચ જણાને વાંચવા માટે આપવું અને ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારમાં ભાગીદાર બનવું. આ કાર્યને લવાજમની ફી ગણી લેવામાં આવશે.

Read on news paper: GUJARAT SAMACHAR

Advertisements

One thought on “Gujarati Language : ગુજરાતી ભાષાને ચાહનારો એક અલમસ્ત ફકીર વસે છે સુરતમાં

  1. પિંગબેક: Gujarati Language : ગુજરાતી ભાષાને ચાહનારો એક અલમસ્ત ફકીર વસે છે સુરતમાં | kabuter | આપણું વેબ વિશ્વ

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s