Farmers Must Follow. Group Farming_માધુપુરાના 30 ખેડૂતોની સમુહ ખેતી રંગ લાવી: ડુંગળીની અમદાવાદ-મુંબઈમાં માંગ

સિદ્ધપુરના દેથળી રોડ પર આવેલ માધુપુરા ગામના ખેડૂતોની સમુહ  ખેતી રંગ લાવી રહી છે. મુખ્યત્વે 30 પરિવારના 100 જેટલા ખેડૂતોએ ગામની તમામ જમીનમાં ખાનગી સહાય લઇને વાયર ફેન્સિંગથી ખેતરોને સુરક્ષિત કરીને તેમાં રાસાયણિક ખાતર નાખ્યા વગર, ટપક સિંચાઇ પધ્ધત્તિથી મરચાં, ડુંગળી, પપૈયું સહિતની વિવિધ પ્રકારની ખેતી કરી રહયા છે. ગામના ખેડૂત ગોવિંદભાઇ પટેલને બેસ્ટ ખેડૂતોનો એવોર્ડ પણ મળ્યો છે. હાલમાં ડુંગળીનો પાક ઉતરતાં રોડ પર જ તેની દુકાન ગોઠવાય છે. 

Group Of 30 Farmers Cultivated Onions

 

નોંધ:- ગુજરાત અને દેશના સર્વે ખેડુતોએ કરવા જેવુ અનુસરણ.

300 વીઘા જેટલી જમીન ફેન્સિંગથી સુરક્ષિત કરાઇ
-અમદાવાદ અને મુંબઇથી પણ ડીમાન્ડ થઇ રહી છે.
-ગામના યુવાન ખેડૂત મહેશભાઇ પટેલના જણાવયા મુજબ ગામની 300  પૈકી 60 વીઘા જમીનમાં માત્ર ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે.
-હાલે રૂ.12થી 15 કિલોના ભાવે વેચાણ થઇ રહ્યું છે.
-રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સારી ઉપજ મેળવી છે.
-મરચાં પપૈયા પણ વાવવામાં આવે છે.
-ગામની 300 વીઘા જમીન ચારેબાજુથી વાયર ફેન્સિંગથી સુરક્ષિત કરી દેવામાં આવી છે.
-નીલગાય કે ભૂંડનો ત્રાસ હવે સહન કરવો પડતો નથી. જ્યારે એક જ ગેટ નાખેલ હોઇ પાક પણ સુરક્ષિત રહે છે.
 ગામને ઇફકોએ દત્તક લીધું છે
 ખેડૂત અગ્રણી રમણભાઇ પટેલે જણાવ્યું કે ગામને ઇફકો કંપનીએ દત્તક લીધુ છે. જેમાં ફ્રાન્સથી લાઇસ પ્રેસિડેન્ટ આવતા તેઓએ રૂ.640000ની સહાય કરી હતી. જ્યારે સિધ્ધપુર એપીએમસી દ્વારા દરેક ખેડૂતને રૂ.10 હજારની સહાય કરી છે. તારની વાડ કરવાનો ખર્ચ રૂ.16.50 લાખ થયો હતો.[http://www.divyabhaskar.co.in માંથી સભાર…]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s