Where farmers are harvesting electricity_જ્યાં એસ.ટી. બસ નથી પહોંચતી, પણ એવા ગામનાં 6 ખેડૂતો ગુજરાત સરકારને વેચે છે વીજળી.

માત્ર 300 પરિવાર ધરાવતા આ નાનકડા ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી બનાવીને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની સૌ પ્રથમ મંડળી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે.

sellin a solar electricity

અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલા ઢુંડી ગામમાં એસ.ટી બસ જતી નથી. તેમજ સાંજે 7 વાગ્યા પછી રેલવે ફાટક બંધ થયા બાદ બીજા દિવસે સવારે 7 વાગે ફાટક ખુલે છે. રાત્રી દરમિયાન  મેડિકલ કે અન્ય ઇમરજન્સી વખતે ગામના લોકોએ ફરી-ફરીને જવુ પડે છે. આવી વિષમ પરિસ્થિતિમાં જીવન વ્યથિત કરતા ગરીબ અને નિરક્ષર લોકોના આ ઢુંડી ગામના 6 ખેડૂતોએ સૌર ઉર્જા ઉત્પાદન કરી પોતાના ખેતરમાં તેનો ઉપયોગ કરવાની સાથોસાથ બાકીની વીજળી સરકારને વેચી નાણાં કમાઇ રહ્યા છે.

પ્રવિણ પરમારનું વીજ ઉત્પાદન કરવામાં મહત્વનું યોગદાન
ગામમાં સોલાર પ્રોજેકટ દ્વારા વીજ ઉત્પાદન કરવામાં મહત્વનું યોગદાન આપનાર 29 વર્ષીય પ્રવિણ પરમારે 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પ્રવિણ પરમારે દિવ્ય-ભાસ્કરને જણાવ્યું કે, હું 20 જાન્યુઆરી 2014માં આણંદની ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકસ સિક્યુરીટી (એફઇએસ) સંસ્થામાં વૃક્ષારોપણ તરીકેના પ્રોજેકટમાં નોકરીએ જોડાયો હતો. એ વખતે આ સંસ્થા સાથે સંકળાયેલી ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ ( આઇડબ્લ્યુએમઆઇ) સંસ્થા સોલાર પ્રોજેકટ અંગે વિવિધ ગામોનો સર્વે કરતા હતાં. જેથી મને આ પ્રોજેકટમાં રસ પડતા ગામના 40 વડીલોને ભેગા કર્યા અને સંસ્થાના અધિકારીઓ સાથે મિંટિગ કરાવી.

500Watt Solar Panel

1 વર્ષની મહેનત બાદ સોલાર પ્રોજેકટ સફળ બનાવ્યો.

 આ પ્રોજેકટથી લોકો પ્રોત્સાહીત થયા પરંતુ નાણાંકીય સુવિધાનો અભાવ તેમજ રૂપિયા ખર્ચીને વીજળી મળશે કે કેમ તેવા પ્રશ્નોના કારણે કેટલાક લોકો પ્રોજેકટ સાથે ના જોડાયા. મારી સાથે ગામના અન્ય 5 ખેડૂતો જોડાયા અને અમે 1 વર્ષની મહેનત બાદ સોલાર પ્રોજેકટ સફળ બનાવ્યો. મધ્ય ગુજરાત વીજ કંપની લી. સાથે વીજળી ખરીદ કરે તે માટે 25 વર્ષનો કરાર પણ કરવામાં આવ્યો છે.
300 પરિવારમાં માત્ર બે ગ્રેજ્યુએટ.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંડી ગામ દરબારોનું છે. 300 પરિવારમાં માત્ર બે લોકો જ ગ્રેજયુએટ થયેલા છે. આ લોકો મુખ્યત્વે બાજરી, ઘઉં, ડાંગર અને ટામેટાની ખેતી કરે છે. ખેતી માટે જરૂરી પાણી તેઓ ડીઝલ સબમસીર્બલ પંમ્પ દ્વારા બોરમાંથી મેળવતા હતાં. પરંતુ છેલ્લા 5 માસથી સોલાર પ્રોજેકટ દ્વારા તેઓ વીજ ઉત્પાદન કરીને પાણી મેળવી રહ્યા છે.
પ્રથમવાર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળશે.
માત્ર 300 પરિવાર ધરાવતા આ નાનકડા ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી બનાવીને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની સૌ પ્રથમ મંડળી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે.  રાજ્ય સરકારને વીજળી વેચનાર આ ગામના ખેડૂતોની ખુશી ચરમસીમાએ છે. કારણ કે સોમવારે આણંદ ખાતે તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળશે. જ્યાં આનંદીબહેન ખેડૂતોને પ્રશિસ્તપત્ર આપીને સન્માન કરશે…[http://www.divyabhaskar.co.in/].
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s