Indian Woman Double Decker Driver at London_લંડનમાં આ ગુજરાતણે વધાર્યું દેશનું ગૌરવ.

310 ડ્રાઈવરના સ્ટાફમાં સૌથી નાની ઉંમરે જોડાનાર  કૃપાલી

પ્રથમ ગુજરાતી જ નહીં પરંતુ પ્રથમ ભારતીય પણ છે.

From Gujarati Newspaper SANDESH

Krupali. the first india driver at metro

કચ્છનાં ભુજ તાલુકાના માધાપર ગામની પટેલ સમાજની એક દીકરીએ લંડનમાં માત્ર તેના કુટુંબનું જ નહીં પરંતુ ભારતીય મહિલાઓનું માથું પણ ગર્વથી ઊંચું થઈ જાય તેવું કામ કર્યું છે. માધાપરની કૃપાલી ભુડિયા બ્રિટનમાં પબ્લિક ટ્રાન્સર્પોટેશનની એક કંપનીમાં ડબલ ડેકર બસ ચલાવે છે. આ પડકારરૂપ નોકરી કરનાર આ ગુજરાતણે લંડનમાં બેસ્ટ ડ્રાઈવર તરીકેનો એવોર્ડ મેળવ્યો છે.

ડબલ ડેકર બસ ચલાવવાનું કામ ખૂબ જ અઘરું છે. તેમ છતાં આ કામ કૃપાલી કુશળતા સાથે કરે છે. 15 ફૂટ લાંબી અને તેટલી જ ઊંચી આ બસને તેના ફર્સ્ટ સ્ટોપથી છેલ્લા સ્ટોપ સુધી સમયસર પહોંચાડતી. તેની બસ એક દિવસ પણ સમય કરતાં મોડી કે વહેલી ન થતી. આ કુશળતાના કારણે તેને આ એવોર્ડથી સન્માનિત કરાઈ છે.

મૂળ માધાપરનો એવો આ પરિવાર વર્ષ 2005થી જ લંડનમાં રહે છે. સ્નાતક સુધીના અભ્યાસ બાદ કૃપાલીએ મેટ્રોલાઇનમાં બસ ડ્રાઈવર તરીકે નોકરી શરૂ કરી. તે આ નોકરી કરનાર સૌથી નાની ઉંમરની એટલે કે તે સમયે 25વર્ષની યુવતી હતી. જો કે 310 ડ્રાઈવરના સ્ટાફમાં સૌથી નાની ઉંમરે જોડાનાર  કૃપાલી પ્રથમ ગુજરાતી જ નહીં પરંતુ પ્રથમ ભારતીય પણ છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s