Car cum Boat : જેમ્સ બૉન્ડની ફિલ્મમાં જોવા મળતી કાર વડોદરામાં, રસ્તા-પાણીમાં ચાલી શકે.

DB-logoમાર્ગ પર અને પાણીમાં ચાલી શકે તેવી કાર જેમ્સ બૉન્ડની ફિલ્મ્સમાં જોવા મળતી હતી, પરંતુ હકીકતમાં આ પ્રકારની કાર બ્રિટીશ યુગમાં બની હતી. બ્રિટીશ યુગમાં આર્મી માટે ડક જીપ તૈયાર કરાઇ હતી જે નાવડીના આકારની છે. આ જીપનું એક મૉડેલ શહેરના નાગરવાડામાં રહેતા ગબલવાલા પરિવાર પાસે છે.પરિવારના મોભી હસનભાઇ રહેમાન ભાઇ 80 વર્ષ પહેલાં આ જીપ લઇ આવ્યા હતા. હાલમાં આ જીપનો ઉપયોગ હસનભાઇના પરિવારના સદસ્યો કરી રહ્યાં છે.

This slideshow requires JavaScript.

સેકન્ડ વર્લ્ડ વૉર બાદ ઑક્શનમાંથી ખરીદી હતી કાર

આ જીપ બૉલિવુડની ફિલ્મ ‘પ્રેમરોગ’માં પણ જોવા મળી હતી. સેકન્ડ વર્લ્ડ વૉર બાદ યોજાયેલા ઑક્શનમાં આ જીપની ખરીદી પુનાથી કરાઇ હતી. 45 લીટરની પેટ્રોલ ટેન્ક કેપિસીટી ધરવતી જીપના પાછળના ભાગે પંખો ફીટ કરાયેલો છે. પાણીમાં જ્યારે આ જીપ ઉતરે ત્યારે તેનો નાવડી જેવો આકાર અને રચના તેને ચાલવામાં મદદ કરે છે. જીપમાં 3 ગિયર અને એક રિવર્સ ગિયર છે, જે સામાન્ય માર્ગ માટે ઉપયોગમાં લેવાય છે.

જીપને પાણીમાં ઉતારવા અલગ બે ગિયર

આ જીપને પાણીમાં ઉતારવાની થાય ત્યારે તેના માટે અલગ બે ગિયર આપવામાં આવ્યા છે. કિચડમાં અથવા તો ઉબડખાબડ માર્ગમાં પણ સરળતાથી આ જીપ પસાર થઇ શકે છે અને તેના માટે અલગ ગિયર આપવામાં આવ્યો છે. આ જીપ મેડ ઇન યુ.એસ.અેને હાલમાં પણ કાર્યરત છે. કંઇક અલગ કરવા માંગતા લોકો લગ્ન પ્રસંગના વરઘોડામાં પણ આ જીપને લઇ જાય છે.
the-film-of-road-and-water-running-car-vadodara-5249514-NOR.html?seq=1
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s