MIcrosoft offered job for Rs.10 million to the son of a welder : વેલ્ડરનાં પુત્રને મળી રૂપિયા1 કરોડની જોબ ઓફર.

DB-logoવેલ્ડરનાં પુત્રને મળી એક કરોડની જોબ ઓફર, પરિવારને ન હોતો આવતો વિશ્વાસ.

IIT ખડગપુરનો વિદ્યાર્થી વાત્સલ્ય સિંહ ચૌહાણને USમાં Microsoft તરફથી એક કરોડ રૂપિયાની જોબ ઓફર થઈ છે. આ અંગે જ્યારે તેમના પરિવારને માહિતી મળી તો તેમને ખાતરી ન થઈ. આ વાત એક મુલાકાતમાં ખુદ વાત્સલ્યએ જણાવી. નોંધનીય છે કે, આ આશાસ્પદ બહુ નબળા પરિવારનો છે. તેના પિતા રાજસ્થાનનાં કોટામાં વેલ્ડરનું કામ કરે છે.

This slideshow requires JavaScript.

IIT મોકલવા માટે પિતાએ શું કર્યું હતું?
 
વાત્સલ્યએ જણાવ્યું કે, તેને IIT મોકલવા માટે તેના પિતા ચંદ્રકાન્ત સિંહે લોન લીધી હતી. મોટા પેકેજની જોબ મળવાનાં સમાચારનો તે વિશ્વાસ ન્હોતા કરતા. જ્યારે તે કન્ફર્મ થઈ ગયું તો ઘણા સમય સુધી તે કંઈ બોલી જ ન શક્યા.
 
પાંચ રાઉન્ડમાં ઈન્ટરવ્યૂ
વાત્સલ્ય પ્રમાણે તેનું ઇન્ટરવ્યૂ પાંચ રાઉન્ડમાં થયું. માઈક્રોસોફ્ટમાં તેનું સિલેક્શન થઈ જશે, તેવી અપેક્ષા તેને ખુદને પણ ન્હોતી. કોડ રાઈટિંગ, રિટન ટેસ્ટ અને પછી ઇન્ટરવ્યૂનાં ત્રણ રાઉન્ડ બાદ કંપનીનાં અધિકારી તેનાંથી ઈમ્પ્રેસ થયા.
 
શરૂઆતમાં જાણ ન્હોતી શું છે IIT
તેણે જણાવ્યું કે, દસમાં ધોરણનો અભ્યાસ પૂરો કર્યો ત્યા સુધી તેને ખબર જ ન્હોતી કે, આઈઆઈટી શું છે. 2009માં તેનો પરિવાર રાજસ્થાનથી કોટા જતો રહ્યો. તેના પિતા વેલ્ડર છે તો આઈઆઈટી માટે તેમની પાસે એટલા પૈસા ન્હોતા. અહીંયા એક કોચિંગનાં ડિરેક્ટર તેના ટેલેન્ટથી ઈમ્પ્રેસ થયા અને તેને ત્યા ફ્રીમાં કોંચિંગ આપવાની પરમિશન આપી દીધી.
બીજા પ્રયાસમાં JEE-2012માં મળી હતી સફળતા
વાત્સલ્યએ બીજા પ્રયાસમાં JEE-2012માં 382મો રેન્ક હાંસલ કર્યો. ત્યારબાદ તેણે IIT ખડગપુરમાં એડમિશન લીધું. અહીંયા તેને અમેરિકાની પ્રમુખ માઈક્રોસોફ્ટ રેડમંડ કંપનીએ 1.20 કરોડ રૂપિયા વાર્ષિક પેકેજની ઓફર કરી. આઈઆઈટીમાં કેમ્પસ પ્લેસમેન્ટ 1થી 20 ડિસેમ્બરની વચ્ચે થયું હતું. હવે જૂન-2016માં તે બીટેક પુરુ કરીને અમેરિકાની કંપની સાથે જોડાશે.
અહીંયા પણ થયું સિલેક્શન
– ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટ.
– આઈઆઈએસઈમાં પણ ક્વોલિફાઈ કર્યું.
– રિસર્ચની ઈચ્છાનાં કારણ તેણે આઈઆઈટી પસંદ કરી.
IITian સાથે મળીને ખોલવી છે શાળા
 
કોચિંગે જે મદદ વાત્સલ્યને કરી હતી, તે જુસ્સા સાથે હવે તે પણ ગરીબ વિદ્યાર્થીઓને ભણાવે છે. આઈઆઈટીમાં પણ તે ઓટો ચાલકોનાં બાળકોને ફ્રીમાં ભણાવે છે. તે તેના મિત્રો સાથે મળીને તેના વિસ્તારમાં એક મોડલ સ્કૂલ ખોલવા વિશે વિચારી રહ્યો છે. તેમાં આઈઆઈટી વિદ્યાર્થી ચાર મહિનાની રજાઓમાં જઈને ભણાવશે. બાકીનાં સમયમાં અન્ય શિક્ષકો ભણાવશે. તેઓ બિહારમાં નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોનાં બાળકોને શિક્ષણ સાથે જોડાવા માંગે છે.
ઈનોવેશનઃ રિંગ દ્વારા ઈન્ટરનેટ એક્સેસ
 

તેના બેચમેટ સાથે વાત્સલ્યએ એક ઈનોવેશન પણ કર્યું છે. તેણે એક મિની સ્માર્ટ ડિવાઈ બનાવ્યું છે, જેને હાથની રિંગમાં લગાવીને ઈન્ટરનેટ એક્સેસ કરી શકાય છે. રિસર્ચમાં રૂચિ હોવાનાં કારણે તે એડવાન્સ ટેક્નોલોજી આધારિત ઈનોવેટિવ પ્રોજેક્ટ કરવા માંગે છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s