Asphalt Road from Plastic Waste : વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બેસ્ટ રોડનો પ્રયોગ

DB-logoપ્લાસ્ટિક વેસ્ટ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા ગણાય છે. નવેમ્બર 2015ના જાહેરનામા દ્વારા સરકારે દરેક રોડ ડેવલોપર્સને નિર્દેશ આપ્યો હતો કે રોડના કામમાં વેસ્ટ પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરે. આ પહેલ પાછળ છે દેશના પ્લાસ્ટિક મેન ગણાતા પ્રો. રાજગોપાલન વાસુદેવન. તેઓ મદુરાઇની કોલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર છે. વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવાનો આઇડિયા તેમનો હતો. 2002માં સૌપ્રથમ તેમણે કોલેજ કેમ્પસમાં તેમણે આ પ્રયોગ કર્યો હતો. તમિલનાડુમાં સરકાર દ્વારા પણ પ્લાસ્ટિક રોડ બનાવવામાં આવી રહ્યા છે

This slideshow requires JavaScript.

અમદાવાદમાં પણ પ્લાસ્ટિક રોડનો પ્રયોગ
શહેરના નગરી હોસ્પિટલથી લો-ગાર્ડન તરફ જતાં એક કિ.મી.ના રોડને વેસ્ટ પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવવામાં આવ્યો છે. આ શહેરનો પ્રથમ પ્લાસ્ટિક રોડ છે. રોડ પ્રોજેક્ટ ખાતાના ઇજનેરોને અભ્યાસ માટે ચેન્નાઇ પણ મોક્લવામાં આવ્યા હતા. 2014ના ફેબ્રુઆરીમાં આ પ્રયોગ હાથ ધરાયો હતો. અગાઉ થયેલા એક અભ્યાસ મુજ્બ, મોટા પ્રમાણમાં વેસ્ટ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા દસ શહેરોમાં અમદાવાદ પણ છે.
InvitenShare logo
ફાયદા
– ઓછો ખર્ચ  
– સરળ ટેકનોલોજી
– વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ
– વોટરપ્રૂફ રોડ જે 60 વરસ સુધી ચાલે
– રોડની ગુણવતા વધારે
– વધુ ક્ષમતા સહન કરવાની શક્તિ
– સામાન્ય મેન્ટેનન્સ
કેવી રીતે બને બને રોડ?
-એક કિલોમીટર, 3.75 મીટર પહોળો
-9 ટન ડામર, 1 ટન વેસ્ટ પ્લાસ્ટિક
-સામાન્ય રોડ એક કિ.મી. માટે 10 ટન ડામર જોઇએ
-વેસ્ટ પ્લાસ્ટિકથી એક ટન ડામર બચે
-એક ટન ડામરનો અંદાજિત ખર્ચ રૂ. 60 હજારથી 70 હજાર જેટલો
-એક ટન પ્લાસ્ટિક વેસ્ટ બરાબર દસ લાખ કેરી બેગ
પ્રક્રિયા છે સરળ
આખી પ્રક્રિયા સરળ છે. વેસ્ટ પ્લાસ્ટિકને મશીન દ્વારા કોઇ એક ચોક્કસ સાઇઝમાં ટૂકડા કરી દેવામાં આવે છે. 165° cમાં ગરમ કરવામાં આવે છે. પછી મિક્સિંગ ચેમ્બરમાં મોકલવામાં આવે છે. ડામરને પણ 160°c ગરમ કરવામાં આવે છે. ગરમ કરવા દરમિયાન તાપમાન પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ચોક્કસ આકારમાં કરાયેલા વેસ્ટ પ્લાસ્ટિકને એમાં મિક્સ કરવામાં આવે છે. 30થી 60 સેકન્ડમાં તેની પર આવરણ ચડી જાય છે. એ તેને ઓઇલી લૂક આપે છે. આવરણવાળું પ્લાસ્ટિક વેસ્ટ ડામર સાથે મિક્સ કરવામાં આવે છે. આ મિશ્રણ રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. રોડ પર દ્રાવણ પાથરવા માટે 110°c થી 120°c તાપમાન હોય છે. રોલરમાં 8 ટનની કેપેસિટી હોય છે.
લોકોને પણ થાય ફાયદો
-પ્લાસ્ટિક વેસ્ટમાં બિસ્કિટ રૅપર, ચાના કપ, પોલીથીન બેગ, અન્ય કોઇ પણ પ્રકારનું પ્લાસ્ટિક
-બધાને એકત્ર કરીને ઉપયોગમાં લેવાય
-અલગ-અલગ કરવાની જરૂર નથી
-પૂરતા વેસ્ટ પ્લાસ્ટિક માટે લોકો મદદ કરી શકે
-લોકો વેસ્ટ પ્લાસ્ટિકને કચરામાં ફેંકી ના દે
-તેને એકત્ર કરી વેચી નાખે અને સામે પૈસા મેળવે
-તમિલનાડુમાં હજારો સેલ્ફ હેલ્પ ગ્રુપ ચાલે છે
-જે વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરે છે
અનેક સ્થળોએ બન્યા છે પ્લાસ્ટિક રોડ
 -2002માં પહેલીવાર પ્લાસ્ટિક રોડ બન્યો
-2004માં સાલેમ દેશનું પહેલું એવું શહેર બન્યું જેણે 350 મીટર પ્લાસ્ટિક રોડ બનાવ્યો
-2005માં તમિલનાડુ ગ્રામ વિકાસ એજન્સીએ 29 જિલ્લાઓમાં 1200 કિમી પ્લાસ્ટિક રોડ બનાવ્યા
– મદુરાઇના અત્તુકુલમ ગામમાં શાળાના બાળકોએ એકત્ર કરેલા પ્લાસ્ટિક વેસ્ટથી રોડ બનાવાયો
– ચેન્નાઇ, પાંડ્ચેરી, હિંદપુર (આંધ્રપ્રદેશ), કોલકતા, ગોવા, મુંબઇ, શિમલા, થિરુવંતપુરમ, કાલીકટ, કોચીમાં પણ પ્લાસ્ટિક રોડ બન્યા
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s