Handmade Vintage Cars at Ahmedabad – વિન્ટેજ કાર્સ વેચાતી ન મળી તો હેન્ડમેડ તૈયાર કરાવડાવી!

શોખ કર્યો પૂરો: વિન્ટેજ કાર્સ વેચાતી ન મળી તો હેન્ડમેડ તૈયાર કરાવડાવી!

This slideshow requires JavaScript.

-શહેરનાં બિઝનેસમેન મીહિર શાહની શોખ પૂરો કરવાની અનોખી ઘેલછા
-સિટીમાં રહેતા મિહીર શાહ પોતાનો વિન્ટેજ કાર્સના શોખ પૂરો કરવા માટે પોતાની પસંદની વિન્ટેજ કાર્સ ખાસ આઇડિયા અને ડિઝાઇનની સાથે હેન્ડમેડ તૈયાર કરાવે છે.

અમદાવાદ : વિન્ટેજ કાર્સ એક એવી વસ્તુ છે કે જેની પાસે હોય છે એ ક્યારેય કોઇને જલદી વેચતા નથી અને જેને ખરીદવી હોય એ ખરીદી શકતા નથી. મારે વિન્ટેજ કાર્સ કલેક્શનનો ઘણો શોખ છે. હું ઘણી બધી વિન્ટેજ કાર્સ ખરીદવા માગું છું. મને જે વિન્ટેજ કાર્સ પસંદ હોય છે એ અન્ય વ્યક્તિ પાસે હોય છે અને હું એ ખરીદી શકતો નથી.
 InvitenShare logo
વિન્ટેજ કાર્સનો શોખ પૂરો કરવા માટે હું અત્યારે હેન્ડમેડ વિન્ટેજ કાર્સ બનાવીને મારો શોખ પૂરો કરું છું.’આ શબ્દો છે સિટીમાં રહેતા મિહીર શાહના. તેઓ જણાવે છે કે, મારી પાસે 9 કાર્સનું કલેક્શન છે. જેમાં 5 વિન્ટેજ કાર્સનું કલેક્શન છે અને 2 સ્પોટર્સ ક્લાસિક કાર છે.  હાલ મારી પાસે જે વિન્ટેજ કાર્સ છે એ તમામ બેટરી દ્વારા ચાલે છે.  આ કાર મેં મારો શોખ પૂરો કરવા માટે હેન્ડમેડ તૈયાર કરાવી છે. આ સિવાય મારી પાસે સ્પોટ્સ ક્લાકિસક કાર્સ પણ છે.’
નાનપણથી શોખ હતો
આ શોખ મને બાળપણથી હતો.  વિન્ટેજ કાર્સ કોઇની પાસે ખરીદવા જઉં તો એ વ્યક્તિ મને વેચવા તૈયાર ન થાય . કેમ કે વિન્ટેજ વસ્તુ જલદી વેચી ના શકે. એટલે હું મારી પસંદની વિન્ટેજ કાર્સ હેન્ડમેડ તૈયાર કરાવી લઉં છું.મિહિર શાહ કહે છે કે, મારી પુત્રી પણ આજે તમામ કાર્સના નામ યાદ રાખે છે કેમ કે એ પણ કાર્સની ઘણી શોખીન છે. ફેમિલી અને ફ્રેન્ડસ તમામ મારી કાર્સને જોઇને ખુશ થઇ જાય છે ફ્રેન્ડ્સ ખાસ કરીને મારી કાર લઇ પોતાની પાસે રાખવાનું અને લોંગ ડ્રાઇવ માટે લઇ જવાનું કહેતા હોય છે.
આર્ટ કોપી બેબી રોલ્સ રોય
– આ કાર  ઇકોફ્રેન્ડલી છે.
– બેટરીથી ચાલે છે.
– અંદાજિત કિંમત 5 લાખ
– મેક્સિમમ સ્પીડ 40 -50
– વન સીટર
– રોલ્સ રોઇસના ફ્રન્ટ લુક પરથી આ કાર્સની ડિઝાઇનો આઇડિયા આવ્યો.
કઇ કાર્સનું કલેક્શન છે
-આર્ટ કોપી બેબી રોલ્સ રોઇસ
-આર્ટ કોપી બેન્ટલી બ્લોઅર
-માઝડા મિયાટા એમએક્સ-5 રૂસ્ટર
-ટોયટા એમ.આર-2 ફર્સ્ટ જનરેશન(સ્પોટર્સ)
-હોન્ડા બ્રિલ્યુડ
-ટોયોટા સુપરા
આર્ટ કોપી બેન્ટલી બ્લોઅર
– 2 સીટર
– મેક્સિમમ સ્પીડ 40-50
– ઇકોફ્રેન્ડલી કાર છે
– બેટરીથી ચાલે છે.
– 1930 બેન્ટલી બ્લોઅરની આર્ટ કોપી છે.
– અંદાજિત કિંમત 5-6 લાખ
માઝડા મિયાટા એમએક્સ-5 રૂસ્ટર
– 2 સીટર
– મેક્સિમમ સ્પીડ 250-300
– હાર્ટ ટોપ અેન્ડ સોફ્ટ ટોપ કન્વર્ટેબલ
– પોપ-અપ લાઇટ
– ફૂલ કન્વર્ટેબલ
– ફર્સ્ટ ઓનર એક્ટ્રેસ રવીના ટંડન હતી.
– અંદાજિત કિંમત 10-15 લાખ
ટોયોટા એમ.આર-2 ફર્સ્ટ જનરેશન
– રેર એન્જીન
– રેર વ્હિલ ડ્રાઇવ
– મેન્યુઅલ ગિયર
– પોપ-અપ લાઇટ,
– ટી-ટોપ કન્વટેબલ
– સ્પીડ 220-250
– અંદાજિત કિંમત 10-15 લાખ
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s