A mechanical Engineer resigned for Farming. Earning double.

નોકરી કરતા બમણી કમાણી, મીકેનીકલ એન્જી.એ નોકરી છોડી સંભાળી ખેતી.

– કોડીનારનાં દેવળીનાં મીકેનીકલ એન્જી.નાં છાત્રએ 12 હજારની નોકરી છોડી સંભાળી ખેતી
– નોકરી કરતા ડબલ કમાણી કરે છે, ખેતી સાથે શરૂ કર્યો ગોળનો રાબડો

-રોજનાં 100 થી 125 ગોળનાં ડબ્બાનું ઉત્પાદન

-સંપૂર્ણ ખેતી ડ્રીપ આધારીત, 70 ટકા ઓર્ગેનીક ખેતી

-સીઝનમાં કેરીનો પણ વ્યવસાય કરે છે.

-નોકરી કરતા ખેતી સારી અને સ્વતંત્ર : ભુપતભાઇ ભગવાનભાઇ બારડ.

કોડીનારનાં દેવળી ગામે રહેતા ભુપતભાઇ ભગવાનભાઇ બારડ

કોડીનારનાં દેવળી ગામે રહેતા ભુપતભાઇ ભગવાનભાઇ બારડ

    ખેતી કરતા દરેક પિતાનો ઇચ્છા હોય છે કે તેના સંતાન સારી નોકરી કરે. પોતે કાળા તડકામાં કરેલી મજૂરી તેના સંતાનને ન કરવી પડે તેવી ઇચ્છા હોય છે. ઘણા યુવાનો ભણીગણીને ખેતી સંભાળતા હોય છે. સારી ખેતી પણ કરી બતાવે છે. ત્યારે શિક્ષિત યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ કોડિનારનાં દેવળી ગામનાં યુવાને પુરૂ પાડ્યુ છે. કોડીનારનાં દેવળી ગામે રહેતા ભુપતભાઇ ભગવાનભાઇ બારડએ સરભાવસિંહથી પોલીટેકનેક કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બાદ 2008માં રાજકોટ અને બરોડમાં નોકરીમાં જોડાયા હતા. પરંતુ તેમનુ મન કાયમી ખેતી તરફ રહેતુ હતુ.
 
    રાજકોટમાં 10 હજાર અને બરોડામાં 12 હજારની નોકરી છોડી દેવળી ગામે પહોચી ગયા હતા. પિતાની ખેતી સંભાળી લીધી હતી. આજે ભુપતભાઇ નોકરી કરતા ખેતીમાંથી ડબલ કમાણી કરી રહ્યા છે. એટલુ જ નહી ખેતી સાથે ભુપતભાઇએ ગોળનો રાબળો પણ શરૂ કર્યો છે. પોતાની શેરડી અને આસપાસનાં ગામડાની શેરડી ખરીદી ગોળ બનાવી રહ્યા છે.
    ભુપતભાઇ ભગવાનભાઇ બારડે જણાવ્યુ હતુ કે, અભ્યાસ પૂર્ણ કરી એક વર્ષ નોકરી કરી હતી. વર્ષ 2009થી ખેતી સંભાળી લીધી છે. ખેતીમાં નવા-નવા પ્રયોગ કરી સારૂ ઉત્પાદન મેળવી રહ્યો છુ. નોકરી કરતા ખેતી સારી અને સ્વતંત્ર છે. આ ખેતીનાં કામમાં જૂનાગઢ કૃષિ યુનિનાં ડો.એ.ઓ.ખેર અને નરેન્દ્રભાઇ ભરડાનું માર્ગદર્શન પણ મળી રહે છે. તેની સલાહ અને માર્ગદર્શનમાં ખેતીમાં ફેરફાર કરતા રહીએ છીએ.
નોકરી કરતા ડબલ કમાણી કરે છે, ખેતી સાથે શરૂ કર્યો ગોળનો રાબડો

નોકરી કરતા ડબલ કમાણી કરે છે, ખેતી સાથે શરૂ કર્યો ગોળનો રાબડો

    ભુપતભાઇ ખેતી સાથે સીઝનમાં ગોળનો રાબડો સંભાળે છે. તેમને રાબડામાં રોજની 30 ટન શેરડીનું પીલાણ કરે છે. તેમજ તેવો 100 થી 125 ડબ્બા ગોળનું ઉત્પદાન કરે છે. હાલ ગોળનાં 20 કીલોનાં 370 થી 390 રૂપિયા છે.
 
  
  ભુપતભાઇએ જણાવ્યુ હતુ કે, સંપૂર્ણ ખેતી ડ્રીપ પધ્ધતિ આધારીત છે. તેમજ છેલ્લા પાંચ વર્ષથી માત્ર 30 ટકા જ રાસાયણીક ખાતર અને દવાનો ઉપયોગ કરીએ છીએ. જયારે 70 ટકા ખેતી દેશી ખાતર, લીબુડીનું ખાતર, અળશીયાનું ખાતરનો ઉપયોગ કરીએ છીએ. 70 ટકા ખેતી ઓર્ગેનીક છે.
 
    ભુપતભાઇને આંબાનો બગીચો પણ છે. તેમાં 25 વર્ષથી 100 વર્ષ સુધીનાં ઝાડ છે. કેરીની સીઝનમાં બગીચામાંથી કેરી ઉતારી પોતે જ વેંચાણ કરે છે. અન્ય કોઇને બગીચો આપતા નથી. આમ તેવો ગોળ, કેરી અને ખેતી એક સાથે કરી નોકરી કરતા સારી કમાણી કરે છે.
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s