Gujarati Businessman Became Farmer & earning millions by Seed Farming.

બિયારણની ખેતી: બિઝનેસ છોડી ખેતીમાંથી લાખોની કમાણી કરે છે ગુજ્જુ ખેડૂત

મહેન્દ્રભાઈ વાછાણી

ભારતને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે. એમાંય ગુજરાત રાજ્યની તો વાત જ નીરાળી છે. મોટા શહેરોને બાદ કરતા જ્યાં જુઓ ત્યાં લીલીછમ હરિયાળી નજરે પડે. ધરતીએ જાણે લીલા રંગની ચૂંદડી ઓઢી હોય તેવો આભાસ જોવા મળે. ગુજરાતમાં મોટાભાગના લોકોનો જીવનનિર્વાણ ખેતી પર આધાર રાખે છે. પણ આજનાં હાઈટેક યુગમાં તો સારા સારા પગારની નોકરીઓ છોડીને યુવાનો પોતાની પરંપરાગત જમીનમાં ખેતી કરવા લાગ્યા છે. હાઈ એજ્યુકેશન લઈ વિદેશની નોકરી છોડીને ખેતી તરફ વળ્યા હોય તેવા પણ અસંખ્ય કિસ્સા જોવા મળે છે. હાઈટેક ખેતી કરી નોકરી અને ધંધા કરતા વધુ કમાણી કરી રહ્યાં છે. ત્યારે આજે આપણે આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશે વાત કરવાની છે, જેઓ પાંચ વર્ષ કાપડનો બિઝનેસ કરી ખેતી તરફ વળ્યા છે અને લાખોમાં વાર્ષિક આવક કરી રહ્યાં છે.

This slideshow requires JavaScript.


જામનગર જિલ્લાનાં લાલપુર ગામનાં મહેન્દ્રભાઈ વાછાણીએ દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘1984-88 સુધી અમદાવાદમાં કાપડનાં બિઝનેસ સાથે સંકળાયેલા હતો, ત્યાર બાદ લાલપુરમાં પણ કાપડની સારી એવી દુકાન જમાવી લીધી’. જો કે પારીવારિક મિલકતની વહેંચણીમાં તેઓનાં ભાગે 20 વીઘા જમીન આવતા તેમણે કંઈક જુદી જ  ખેતી કરવાનો નિર્ધાર કર્યો. 18 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા આ ખેડૂતે પોતાની 20 વીધા જમીન ઉપરાંત સગા-સંબંધીઓની જમીન ભાડે રાખીને બીજનિગમનાં બિયારણની ખેતી કરવાની શરૂઆત કરી. બીજનીગમ દ્વારા અપાયેલા માર્ગદર્શન અનુસાર ખેતી કરતા વીઘા દીઠ 35 મણ જેટલું મગફળીનું ઉત્પાદન થયું, જ્યારે ઘઉંનું વીઘા દીઠ 58 મણ જેટલું ઉત્પાદન મળ્યું.
12 ધોરણનો અભ્યાસ પુરો કરનાર મહેન્દ્રભાઈએ ભાડાની જમીન અંગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ ખેતી માટે સારા ન હોવાથી જમીન ભાડે રાખી નથી. પણ શરૂઆતમાં 2000-4000 રૂપિયા પ્રતિ વીઘા દીઠ ભાડુ ચૂંકવી 80 વીઘા જેટલી ભાડાની જમીનમાં ખેતીની શરૂઆત કરી હતી, જેમાં સારો એવો નફો મળ્યો. બીજનીગમ દ્વારા જમીનની ચકાસણીથી માંડીને તમામ પ્રકારની ટ્રેનિગ આપવામાં આવતા ખેતીને સારો એવો ફાયદો થયો.

ખેતી વિશે વાત કરતા મહેન્દ્રભાઈ જણાવ્યું કે, બીજનિગમનાં બિયારણની ખેતીથી સારું એવું ઉત્પાદન મળવા લાગ્યું અને અન્ય ખેડૂતોનાં પાક કરતા ગુણવત્તામાં પણ સુધારો થયો. જેથી બીજનિગમ જ બિયારણની ખરીદી કરવા લાગ્યું અને બજાર ભાવ કરતા મણે 150-200 રૂપિયા જેટલો ભાવવધારો મળ્યો. બીજનિગમ દ્વારા સંમયાતરે ખેતરની ચકાસણી થવા લાગી, બીયારણની માવજતની ટ્રેંનિગ પણ બીજનિગમ દ્વારા મળવા લાગી જેથી ઉત્તરોતર પાક અને ગુણવત્તમાં વધારો થવા લાગ્યો, જેની સામે આવકમાં પણ વધારો મળ્યો. મગફળીનાં પાકમાં બજાર ભાવ કરતા મણ દીઠ 250 રૂપિયા સુધીનો ભાવવધારો મળ્યો. જ્યારે ઘઉંનાં બજાર ભાવ કરતા 150 રૂપિયા સુધીનો ભાવવધારો મળ્યો.
મહેન્દ્રભાઈએ પ્લોટિંગ દ્વારા તલ અને અડદનાં બિયારણનું ઉત્પાદન પણ કર્યું છે, બિયારણની ખેતી અંગે તેઓએ જણાવ્યું હતું કે, બિયારણનું વાવેતર કરવા માંગતા નવા ખેડૂતને બીજનિગમની જિલ્લા કચેરીએ અરજી કરી રજિસ્ટ્રેશનની નોંધણી કરાવવાની હોય છે. જયપુર, અલ્હાબાદ સહિત ખેતીની નવી ટેકનોલોજી જાણવા માટે ભારતભ્રમણ કરી ચુકેલા આ પ્રગતિશીલ ખેડૂતને આત્મા એવોર્ડ સહિત પાંચ એવોર્ડ મળી ચુક્યા છે. સાથે જ નવી ટેકનોલોજી તેમજ ટપક સિંચાઈ પદ્ધતિ માટે દેશનાં નામી ખેડૂતોની મુલાકાત કરી રાજ્ય બહારની ખેતી અને ટ્રેંનિગ લઈ તેઓ ખેતીમાં પ્રગતિ કરે છે. એવોર્ડ અને ખેતીની પદ્ધતિ માટે સરકાર તરફથી સહાય પણ મળે છે. મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી અને ખેતી માટેની ટ્રેંનિગમાં રાજ્ય બહાર પણ હંમેશા ભાગ લેવા જઉ છું.[divy bhasker]

 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s