First Indian woman Super Bike Racer Alisha Abdulla

ભારતની પ્રથમ સુપરબાઈક રેસર અલીશા અબ્દુલ્લા

કાર-બાઈક રેસિંગમાં હવે મહિલાઓ પણ નામના મેળવી રહી છે. તેમાં સૌથી પહેલા લેવામાં આવતું નામ છે, અલીશા અબ્દુલ્લાનું, જેમની તસવીર જોઈને તમને લાગશે કે આ તો કોઈ સ્ટાઈલિશ મોડલ છે,પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, અલીશા ભારતની પ્રથમ અને એકમાત્ર સુપરબાઈક રેસર છે અને ફાસ્ટેસ્ટ ઇન્ડિયન વુમન કાર રેસર પણ છે.

This slideshow requires JavaScript.

 

જાણીતા બાઈક રેસર આરએ અબ્દુલ્લા (7 વખત નેશનલ ચેમ્પિયન)ની પુત્રી અલીશા જ્યારે 9 વર્ષની હતી, ત્યારથી જ રેસિંગ શરૂ કરી દીધું હતું. તેમને તેની પ્રથમ બાઈક પણ પિતા પાસેથી જ

 જ મળી હતી. જ્યારે 11 વર્ષના થયા, જ્યારે 11 વર્ષના થયા, ત્યારે તેમણે ગો-કાટ્રિંગ રેસિંગમાં જીત મેળવી હતી. જ્યારે 18 વર્ષ થયા ત્યારે પિતાએ તેમને 600 સીસીની બાઈક ભેટમાં આપી હતી ત્યાર બાદ અલીશાના સપનાઓને પણગતિ મળી. તેમણે રોટેક્સ કાર્ટિંગ ચેલેન્જ, નેશનલ સુપરબાઈક ચેમ્પિયનશિપ અને ફોક્સવેગન નેશનલ પોલો કપ રેસિંગમાં પણ જીત મેળવી છે. અલીશા હોન્ડા બાઈક્સની દિવાની છે કારણ કે તે નાની અને કોમ્પેક્ટ હોય છે. બાઈક્સ માટે જાપાનના સુઝુકા અને કાર રેસિંગ માટે ઇંગ્લેન્ડની સિલ્વરસ્ટોન ટ્રેક અલીશાના ડ્રીમ ટ્રક છે, જ્યાં તેઓ રેસિંગ કરવા માગે છે.

InvitenShare logo

સ્ટાઈલીશ અલીશા

લોકો વિચારે છે કે, મારા જેવી યુવતીમાં ફેશન સેન્સ નહીં હોય અને હું મોટેભાગે તેઓને મોટા શૂ, લેધર જેકેટ્સ, ડેનિમ પહેરેલી જોવા મળીશ, પરંતુ હું ટોમબોય બનવા નથી માગતી. માટે જ મેં ખુદને રેસિંગની બહાર પર જાળવી રાખી છે. આજના ફેશનેબલ ડ્રેસ પહેરું છું, જ્વેલરી પહેરીને ઈવેન્ટ્સમાં ભાગ લવ છું, પાર્ટીમાં હાજરી આપું છું. હવે તો મને ગેસ્ટ તરીકે આમંત્રણ
આપવામાં આવે છે. ત્યાં લોકો એ જાણીને આશ્ચર્ય પામે છે કે, હું જ અલીશા છું જે સુપર બાઈક રેસર છે.

ફિઝિકલ તૈયારી માટે ખૂબ મહેનત કરી

અલીશા જણાવે છે કે, તેનો શોખ ખતરનાક છે ખાસ કરીને સુપર બાઈક રેસિંગ. તેના માટે તેમણે ફિઝિકલ ટ્રેનિંગ પણ લીધી છે. તેઓ જણાવે છે કે, રેસિંગ માટે ખુદને તૈયાર કરવા માટે હું ફિઝિકલ ટ્રેનિંગ પણ લવ છું, જેમાં ખુદનો સ્ટેમિના, કોર સ્ટ્રેન્થ, કમર અને ગળા પર ધ્યાન આપ્યું. આ રમતમાં યુવતીઓએ વધારે ફિઝિકલ અટેંશન રાખવું પડતું હોય છે, જેના કારણે મેં ખૂબ જ મહેનત કરી. રેસિંગ ઉપરાંત અલીશા જ્યારે રેસિંગ ટ્રેક પર ન હોય ત્યારે તે ટેનિસ રમવાનું પસંદ કરે છે અને ઈવેન્ટ અટેન્ડ કરે છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s