સોલર ઉર્જાથી 500 ઘરે ‘નૂર’ પહોંચાડે છે આ નૂરજહાં, PMએ કર્યો ઉલ્લેખ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં જળવાયુ પરિવર્તન અને ઉર્જા જેવા મુદ્દે વાત કરી. તેઓએ તેમનાં 30 મિનિટનાં કાર્યક્રમમાં કાનપુરની એક મહિલા નૂરજહાંનો પણ ઉલ્લેખ કર્યો, જેણે સૌર ઉર્જાનાં ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. નૂરજહાં સોલર ઉર્જાનો ઉપયોગ કરીને ગરીબોનાં ઘરમાં પ્રકાશ આપવાનું કામ કરી રહી છે. વડાપ્રધાને નૂરજહાં વિશે વધુમાં મોદીએ જણાવ્યું કે, ટીવી પર જોતા નથી લાગતું કે તેને વધારે ભણવાનું નસીબ થયું હોય. પરંતુ આ મહિલા એવું કામ કરી છે જે કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય. તે અંધારાની સામે જંગ લડી રહી છે અને તેનાં નામને રોશન કરી રહી છે.

 Noor jahan and solar power pannels

નૂરજહાં કેવી રીતે ઘરે-ઘરે પહોંચાડે છે પ્રકાશ?

અંધારામાં પ્રકાશ પાથરી પોતાનું નામ રોશન કરનારી નૂરજહાંએ સૌ પ્રથમ મહિલાઓની એક ટીમ બનાવી અને સૌર ઉર્જાથી ચાલતા ફાનસનો એક પ્લાન્ટ તૈયાર કર્યો છે. બાદમાં તેને ફાનસ ભાડે આપવાનું શરુ કર્યું. હાલ તે રૂપિયા 100 પ્રતિમહિનાનાં દરે તે ગ્રામજનોને ફાનસ ભાડે આપે છે. ગામનાં લોકો દરરોજે સાંજે ફાનસ લઈ જાય છે અને સવારે આવીને ફરી ચાર્જ કરવા માટે આપી જાય છે. નૂરજહાં દિવસ દરમિયાન સવારે પાછા આવેલા ફાનસને ચાર્જ કરવાનું કામ કરે છે.
 
500 ઘરે પહોંચાડે છે પ્રકાશ.
હાલ નૂરજહાં પાસે ફાનસ ભાડે લેવા માટે અંદાજે 500 જેટલા ગ્રામજનો આવે છે. દરરોજનાં 3-4 રૂપિયાનાં સામાન્ય ખર્ચો થાય છે, જે સામાન્ય ગ્રામજનને પણ પરવડે. 3-4 રૂપિયાનાં ખર્ચમાં સમગ્ર ઘરમાં પ્રકાશ ફેલાયેલો રહે છે. નૂરજહાં પ્લાન્ટમાં સોલર એનર્જીથી આ ફાનસોને ચાર્જ કરવાનું કામ દિવસ દરમિયાન કરતી રહે છે.
 
સમગ્ર વિશ્વને આપી રહી છે પ્રેરણા.solar pannels and grid
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જળવાયુ પરિવર્તન માટે વિશ્વનાં મોટા-મોટા લોકો શું-શું કરતા હશે, પરંતુ એક નાનકડા ગામની નૂરજહાં કદાચ સહુ કોઈને પ્રેરણા આપે, એવું કામ કરી રહી છે અને એમ પણ, નૂરજહાંનો તો મતલબ જ છે સંસારને પ્રકાશિત કરવાનો. આ કામ દ્વારા તે પ્રકાશ ફેલાવી રહી છે.[From Divya Bhasker, Gujarati newspaper]
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s