ગુજરાતની એક માત્ર ફેક્ટરી જે શેરડીના કુચામાંથી કરે છે 9 MW વીજળીનું ઉત્પાદન.

નર્મદા સુગરમાં શેરડીના કુચામાંથી 9 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાય છે

 ગુજરાતની એક માત્ર ફેક્ટરીમાં વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરાય છે

 6 મેગાવોટથી ફેક્ટરી કાર્યરત રાખી બાકીનીવીજળી સરકારને વેચી આવક ઉભી કરાય છે.

 

electricity from sugarcane waste 2 electricity from sugarcane waste 1

હાલ સરકાર દ્વારા વીજળી બચાવો અભિયાન ચાલી રહ્યું  ત્યારે નર્મદા જીલ્લા માં આવેલ એક માત્ર ઉદ્યોગ ગણાતા  ધારીખેડા નર્મદા સુગર ફેક્ટરીમાં નકામી ચીજ અને શેરડીના કુચામાંથી  9  મેગા વોટ વીજળી ઉત્પન્ન કરી ફેક્ટરીના મશીન અને પ્લાન્ટ ચલાવવામાં આવે છે, વળી 2 મેગાવોટ જેટલી વીજળી વેચીને તેનું વળતર સભાસદોને આપવામાં આવે છે. હાલ વીજ કટોકટીની પરિસ્થિતિ છે અને ગમે ત્યારે મોસમ  બદલાય છે.

ત્યારે મોસમ ના આ મિજાજ સામે વીજ ઉત્પાદનને પણ અસર થાય છે. ત્યારે વીજળી બચાવવી એ સહુને માટે ખાસ અગત્ય નું બનતું જાય છે. આ સંજોગોામાં યારે ઉદ્યોગો માટે તો વીજ બચત ખુબજ જરૂરી છે ત્યારે ના એક માત્ર ઉદ્યોગ ગણાતા નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે શેરડી માંથી બનાવવામાં આવતી ખાંડ માટે પીલ્વામાં આવતી શેરડી ના કુચા ને બોયલર માં સળગાવી અગ્નિનું વરાળમાં રૂપાંતરણ  કરી ત્રણ ટર્બાઈન  ચલાવવા માં આવે છે.

જેમાંથી 3 મેગાવોટના આ ટર્બાઈન થી 9 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે.જેમાંથી 6 મેગાવોટ વીજળી થી આ સુગર ફેક્ટરીના પ્લાન્ટ અને કાર્યાલય તથા કામદારોના ઘરમાં વીજળી પહોચાડવામાં આવે છે તથા 2 મેગા વોટ વીજળી સરકારમાં સુરત જી ઈ બીમાં આપવામાં આવે છે. જેના થકી ફેક્ટરીને આવક થાય છે જેનો  સીધો લાભ સભાસદોને શેરડીના ભાવમાં થાય છે. ગુજરાતની આ એક માત્ર એવી સુગર ફેકટરી છે કે જેમાં નકામાં શેરડીના કુચામાંથી પુરતું વીજ ઉત્પાદન કરી વધારાની વીજળી વેચવામાં આવી વેસ્ટમાંથી બેસ્ટ કરવામાં આવે છે.

cart with sugarcanes

વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરાય છે.

ગુજરાતની આ એક માત્ર એવી સુગર ફેક્ટરી છે કે જેમાં વીજળી વેસ્ટમાંથી બનાવવામાં આવે છે. ઉપરાંત દરરોજ ની 2 મેગાવોટ જેટલી વીજળી વેચવામાં આવે છે અને તેનું વળતર સભાસદો માં વહેચવામાં આવે છે. કેમ કે વીજળી ઉત્પન્ન કરવામાં અહી કોઈ વધારાનો ખર્ચ લાગતો નથી ઉલટાનું શેરડી ના કુચા અને વધારાના બગાસ ને બહાર ફેકવાનો ખર્ચમાં બચત થાય છે  
-ઘનશ્યામ પટેલ  ચેરમન
 

સુગર ફકટરીનું કાર્ય પ્રસંશનિય છે.

સુગર ફેક્ટરી દ્વારા જે વીજ ઉત્પાદન થતા જે વીજળી સરકારને વેચાઈ છે જેનો ફાયદો અમને  જ્યાં શક્ય હોય ત્યાં અન્ય સુગર ફેક્ટરી માં પણ જો આજ રીતે વીજ ઉત્પન કરવામાં આવે તો ખેડૂતો ને પણ ઘણો ફાયદો થાય તેમ જણાવ્યું હતું. આજે વીજળી બચાવવી એ તમામ માટે તાતી જરૂરિયાત બની રહી છે ત્યારે નર્મદા જેવા નાના અને પછાત આદિવાસી જીલ્લા ની એક સહકારી સંસ્થાનું ખરેખર પ્રસંસનીય છે. 
-ભાસ્કરભાઈ પટેલ, ખેડૂત.
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s