ઓસ્ટ્રેલિયામાં જમીનની નીચે રહે છે લોકો, 100 વર્ષોમાં વસ્યું છે આ શહેર

તમે ક્યારેય એવા કોઈ ગામ કે વિસ્તાર વિશે સાંભળ્યું છે,  જે આખેઆખો અંડરગ્રાઉન્ડ હોય? જો ના સાંભળ્યું હોય તો આજે જાણી લો કે દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં આવેલુ કૂબર પેડી ગામ આખું અંડરગ્રાઉન્ડ છે. અગત્યની વાત એ છે કે આ ઘર બહારથી એકદમ વેરાન લાગે છે પણ અંદરથી તે કોઈ આલિશાન હોટેલ જેવા છે.

This slideshow requires JavaScript.

આ લોકો આમ ભૂગર્ભ(અંડરગ્રાઉન્ડ)માં રહે છે એનું કારણ એક ચોક્કસ કારણ છે. આ ગામમાં કિંમતી પથ્થર ઓપલની ઘણી ખાણો હોવાથી અહીં સતત ખોદકામ ચાલતુ જ રહે છે. આવામાં ખોદકામ પછી ખાલી પડેલી ખાણ(ગુફા)માં લોકો પોતાનું ઘર વસાવી લે છે. ઉલ્લેખનીય છે કે ઓપલ એક દૂધિયા રંગનો કિંમતી પથ્થર છે જેને લોકો વીંટિમાં જડીને પહેરે છે. અહીં આવેલી ઘણી બધી ખાણોને લીધે આ ગામને ઓપલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળે પહેલીવાર માઈનિંગનું કામ 1915માં કરવામાં આવ્યું હતું.

The eerie Outback mining town where thousands live in caves dug out of the rock to escape the blistering heat.

See  Coober Pedy – Opal Capital of the World (DOCUMENTARY) on YOU TUBE here

 

સમસ્યાથી ઘેરાયેલા હતા રહિશો

 

ઑસ્ટ્રેલિયાના કૂબર પેડી ગામની જમીન રેતાળ છે. તેથી ઉનાળામાં અહીં તાપમાન ખુબ વધી  જાય છે. એ જ રીતે રેતીને લીધે શિયાળામાં તાપમાન ઘટી જવાથી આકરી ઠંડી પડે છે. આવા વાતાવરણને લીધે અહીં વસતાં લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો. તેથી આ સમસ્યાના સમાધાન તરીકે આ લોકોએ ખાલી પડેલી ખાણમાં રહેવાનું  શરૂ કરી દીધું. હાલ પણ ત્યાં ખોદકામ થાય છે અને કામકાજ વચ્ચે 1500 ઘરમાં લોકો રહે છે. ડગ આઉટ તરીકે જાણીતી આ ખીણોમાં ‘પિચ બ્લેક’ સહિત હોલિવૂડ અનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે.(Gujarati Newpaper Divya Bhasker)

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s