ગુજ્જુ યુવાનની કરામત, વિકલાંગો માટે ઉપયોગી 4 પૈડાંની સાયકલ બનાવી

– નેત્રંગના કિશોરે વિકલાંગો માટે ઉપયોગી 4 પૈડાંની સાયકલ બનાવી.

 – કાર જેવા સ્ટિયરિંગથી કોઇ પણ તેને સહેલાઈથી ચલાવી શકે છે.

– સાયકલ ચલાવતા કારમાં બેઠા હોય તેવો અહેસાસ થતો હોય છે.

 

handmade bicycle for handicapeનેત્રંગમાં ધોરણ 11 માં ભણતા અફઝલ ખત્રીએ પોતાની પોકેટ મનીનો સારા કાર્ય માટે ઉપયોગ કરવા જૂના ભંગારના  સામાનમાંથી  વિકલાંગોને અવરજવર કરવામાં ઉપયોગી બને તેવી ચાર પૈડાની સાઇકલ  માત્ર સામાન્ય 1,500માં તૈયાર કરી  વિકલાંગોને અણમોલ ભેટ ધરવામાં આવી છે.નેત્રંગ ટાઉનના લાલમંટોડી વિસ્તારમાં રહેતા લાલાભાઈ ખત્રી તેમના બાપદાદાનો ભંગારનો ધંધો કરે છે. તેમના નાના ભાઈ ઇમ્તિયાઝ ખત્રીએ અગાઉ લાંબી સાઇકલ બનાવી લિમ્કા બૂક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મેળવ્યું હતું.એટલે મોરના ઈંડા ચીતરવાના પડે તેમ તેનો ભત્રીજો ધોરણ 11 માં ભણતો અફઝલ ખત્રીએ પણ કંઈક સારા ઉચ્ચ વિચારથી  વિકલાંગો અને ગરીબોને ઉપયોગી એવી ચાર પૈડાંની સાઇકલ તેના પોકેટ મનીમાં મળેલા રૂપિયા બચાવી તેમાથી સાઈકલનું નિર્માણ કર્યું તે પણ સાવ નજીવી કિંમતે બનાવી છે.ચાર પૈડાં વાળી સાઈકલ ચલાવતા એવી અનુભૂતિ થાય જાણે કારમાં બેઠા હોય તેવો અહેસાસ થાય છે. ધોરણ 11માં અભ્યાસ કરતા અફઝલને જાણે આ શોધ સંશોધન વારસામાં મળ્યું હોય તેમ તેને પણ એક નવી શોધ કરી છે.

ચાર પૈડાંવાળી સાઇકલની વિશેષતા એ છે કે તેમાં ચાર વ્હીલ,બે ચેઇન ચક્કર,તથા કાર જેવા સ્ટિયરિંગથી નાનું બાળક પણ તેને સહેલાઈથી ચલાવી શકે છે.આખી સાઈકલનું વજન 40 કિલો જેટલું છે.એટલે સરળતાથી પગેથી ચલાવી શકે છે.સાઈકલમાં ઉપયોગમાં લેવાયેલા દરેક ભંગાર રિસાઈકલ એટલેકે જૂના ભંગારમાથી લેવાયેલા છે.અફઝલ ખત્રી ધોરણ 11માં સાયન્સ વિષયમાં અંકલેશ્વરની જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.તેનો મનગમતો વિષય ટેકનિકલ હોય અને લક્ષ્ય  પણ ટેકનિકલ વિભાગમાં જવાનો છે.
 
ચાર પૈડાંની સાઇકલ બનાવવા પાછળનો હેતુ અને સુભાશય એ છે કે કોઈ  વિકલાંગ વ્યક્તિને પણ આ સાઇકલ દ્વારા  અવરજવર કરવામાં સરળતા પડશે. કોઈ પણ ગરીબ આની ખરીદી કરી શકે છે.આવી રીતે બાળપણમાં સમાજ સેવામાં રસ ધરાવતા આ વિદ્યાર્થી અને એના  સેવાભાવી પરિવારને ધન્ય છે તેવું ઘણા ગ્રામજનોએ જણાવ્યુ હતું….(divyabhaskar.co.in)
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s